ભારત પર અણુ કે રાસાયણીક હૂમલાનો કોઇ જ ખતરો નહી : પર્રિકર

નવી દિલ્હી : ડીઆરડીઓમાં સંબોધન કરતા સમયે સંરક્ષણ પ્રધાન મનોહર પર્રિકરે કહ્યું કે દેશ પર ભલે પરમાણુ, રાસાયણીક અથવા જૈવિક હૂમલાનો ખતરો ન હોય પરંતુ આપણે આપણી તૈયારીમાં રહેવું જોઇએ. અફઘાનિસ્તાનનાં કેટલાક હિસ્સાઓમાં રાસાયણીક હૂમલા અંગે તેમણે કહ્યું કે કેટલાક ફોટો દ્વારા તેમના સુધી માહિતી સામે આવી છે.એવું જણાવાઇ રહ્યું છે કે અફઘાનિસ્તાનમાં કેટલાક લોકોનાં શરીર પર ફરફોલા દેખાયા છે તેની પાછળ હથિયારો વડે હૂમલો થઇ શકે છે. પરંતુ હાલ કંઇ પણ કહેવું મુશ્કેલ છે.

ઇસ્લામિક સ્ટેટ આતંકવાદી સમૂહ વધારેમાં વધારે લોકોને નુકસાન પહોંચાડવા માટે બ્રિટનમાં રસાયણીક હૂમલાનું કાવત્રુ રચી રહ્યા છે. બ્રિટનનાં સુરક્ષા મુદ્દાનાં પ્રભારી મંત્રી બેન વાલેસે કહ્યું કે ઇસ્લામિક સ્ટેટ સીરિયા અને ઇરાકમાં રસાયણીક હથિયારોનો ઉપયોગ કર્યો હતો અને ગુપ્ત પ્રમુખોનું માનવું છે કે તેઓ બ્રિટનમાં તેનો ઉપયોગ કરવાની ઇચ્છા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી અટકળો સેવાઇ રહી છે કે આઇએસ પાસે રાસાયણીક હથિયારો આવી ચુક્યા છે જેનાં કારણે તે દુશ્મનો પર રાસાયણીક હૂમલો કરી શકે છે. જેના કારણે વિશ્વનાં અને ખાસ કરીને યૂરોપિયન દેશો ખુબ જ ટેન્શનમાં છે.

You might also like