VIDEO: કામકાજ સમિતિનાં સભ્યોમાં કોંગ્રેસનાં 5 સભ્યોને મળ્યું સ્થાન

ગાંધીનગરઃ વિધાનસભાનાં સત્ર પહેલા કામકાજ સમિતી માટે સભ્યોનાં નામની જાહેરાત કરવામાં આવી છે. વિધાનસભામાં કામકાજનાં સમિતિમાં કોંગ્રેસનાં વધારે સભ્યોને સ્થાન આપવામાં આવ્યું છે. સમિતીમાં પ્રથમ વખત કોંગ્રેસનાં 5 સભ્યોને સામેલ કરવામાં આવ્યાં છે.

આ સમિતિમાં વિપક્ષનાં નેતા પરેશ ધાનાણી, શૈલેષ પરેમાર, અમિત ચાવડા, પૂજાભાઈ વંશ, અનિશ જોશીયારાને સ્થાન આપવામાં આવ્યું છે. મહત્વનું છે કે, અત્યાર સુધી વિપક્ષનાં 3 નેતાઓને સ્થાન આપવામાં આવે છે. ત્યારે આ વખતે 5 નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે.

જ્યારે સત્તા પક્ષમાંથી મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભુપેન્દ્રસિંહ ચૂડાસમા, પ્રદીપસિંહ જાડેજાને સ્થાન આપવામાં આવ્યું છે. જો કે હજી સુધી વિપક્ષમાં દંડક સહિતનાં પદોની જાહેરાત કરવાની બાકી છે.

You might also like