FSI મુદ્દે પરેશ ધાનાણીએ કર્યા આકરા પ્રહાર, કહ્યું,”માત્ર 20 ટકા જ જમીન સરકારે ગરીબોને ફાળવી”

ગાંધીનગરઃ FSI મુદ્દે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ભાજપ સરકાર પર આજે આકરા પ્રહાર કર્યા હતાં. પરેશ ધાનાણીનાં જણાવ્યાં પ્રમાણે, ભાજપે ખાનગી બિલ્ડરોને ટીપી 29-1 મુજબ આચાર સંહિતા પહેલાં જ FSI ફાળવી દીધી હતી.

અંદાજીત 56 જેટલાં ઓર્ડરો કરી ખાનગી બિલ્ડરોને વધારાની FSI ફાળવી દીધી હતી. ધાનાણીએ વધુમાં જણાવ્યું કે,”FSI અંગે કોંગ્રેસનાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે રજૂઆત પણ કરી હતી. પરંતુ સરકાર આ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરી શકી નથી. સરકારે FSIની માત્ર 20 ટકા જમીન જ ગરીબો માટે ફાળવી છે.

જ્યારે બાકીની જમીન પોતાનાં મળતીયાઓને રસ્તામાં પધરાવી દીધી છે. ભાજપ સરકારે પોતાનાં મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવાં માટે ગરીબોનાં મોઢેથી અન્નનો કોળિયો છીનવ્યો છે. પરંતુ આ મુદ્દે કોંગ્રેસ આગામી આક્રમક કાર્યક્રમો યોજીને આ મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરશે.”

You might also like