નવજાત બાળકને ઓઈલથી મસાજ ન કરો

નવજાત બાળકો હોસ્પિટલમાંથી ઘરે અાવે એટલે તરત જ અાપણે માલિસવાળા બહેનને બોલાઈ લઈએ છીએ. માલિસવાળી બાઈ તેને રોજ તેલથી ધસી ધસીને મસાજ કરે છે. વિદેશમાં પેરેન્ટ્સ જાતે બાળકને ઓઈલથી મસાજ કરે છે. લોકો એવું માને છે કે અાનાથી પેરેન્ટ્સ અને ચાઈલ્ડ વચ્ચેનું બોન્ડિંગ વધે છે. બ્રિટનના સંશોધકોનું કહેવું છે કે નવજાત શિશુને કોઈપણ પ્રકારના ઓઈલથી માલિસ ન કરવી જોઈએ. અા કરવાથી તેમની કુમળી ત્વચાની ઉપરનું લેવલ ડેમેજ થાય છે. ભવિષ્યમાં તેમને ખરજવુ અને ત્વચાના અન્ય રોગો થવાના ચાન્સ વધી જાય છે. તેલ ઉપરથી જ ત્વચાની ડ્રાઈનેસ દૂર કરે છે પરંતુ કુમળી ત્વચાના કોષોમાં અંદર ઉતરીને તે અંદરના સ્ટ્રક્ચરને ડેમેજ કરી શકે છે.

You might also like