Categories: Gujarat

લગ્ન માટે કુંડળી ભલે ન મળે, ડિટેક્ટિવનું એનઅોસી જરૂરી

અમદાવાદ: વિદેશમાં રહેતા ગુજરાતીઓ ગુજરાતી સંસ્કૃતિ ધરાવતા વર કે કન્યા પસંદ કરતા હોય છે તેથી તેઓ મેરેજ કરવા માટે ગુજરાતને પસંદ કરે છે. વિદેશથી લગ્ન કરવા માટે આવેલા એન. આર. આઈ ઘણીવાર છેતરાઈ જતા હોય છે તો કેટલાક છેતરી પણ જાય છે. એન. આર. આઈ વાલીઓ પોતાના પુત્ર કે પુત્રીનું લગ્ન પછી દામ્પત્ય જીવન સુખ શાંતિથી પસાર થાય તે યોગ્ય પાત્રની પસંદી કર્યા બાદ પ્રાઈવેટ ડિટેક્ટિવ ની મદદ લેતા હોય છે. માત્ર વાલીઓ નહી પરંતુ શહેરના મેરેજ બ્યૂરો પણ ડિટેક્ટિવની મદદ લઈ રહ્યા છે.

હવે કલ્ચર અને તેની સાથે લોકોમાં વિચારવાની માનસિકતા બદલાઈ રહી છે. પુત્ર કે પુત્રી માટે પસંદ કરેલા પાત્રની જાણકારી સગાં સબંધી ઉપરાંત હવે એન. આર. આઈ વાલીઓ પોતાનાં સંતાનો માટે સગાં સબંધી અને કુંડળીને ભૂલી તે પાત્રો વિશે માહિતી પ્રાઈવેટ ડિટેક્ટિવ પાસેથી મેળવી પછી જ યોગ્ય લાગે તો જ લગ્ન માટે વિચારે છે. જયારે મેરેજ બ્યૂરોવાળા પણ ડિટેક્ટિવની મદદ લેતા હોય છે. જે પણ યુવક યુવતી કે એન. આર.આઈ પોતાનું નામ મેરેજ બ્યૂરોમાં રજિસ્ટ્રર કરાવે ત્યાર બાદ મેરેજ બ્યૂરો તે યુવક યુવતીએ આપેલી માહિતી સાચી છે કે ખોટી તે માટે ડિટેક્ટિવની મદદ લેતા હોય છે.

જો લગ્નની સિઝન હોય તો માતા પિતા એ પસંદ કરેલું કે પુત્ર – પુત્રી એ પસંદ કરેલું પાત્ર માટે બધી માહિતી લેવા આવતા હોય છે અને જો કોલેજો ચાલુ થાય ત્યાર બાદ પોતાની દીકરી ક્યાં જાય છે અને કોની સાથે જાય છે તેની માહિતી માટે ડિટેક્ટિવની મદદ લેતા હોય છે. અત્યારે કોલેજો ચાલુ થઈ ત્યારે મોટા ભાગનાં માતા પિતા પોતાની દીકરી કોલેજ માં જાય છે કે નહિ ? કોલેજમાં કોની સાથે બોલે છે કોની સાથે ફરે છે તેના ફ્રેન્ડસ કોણ છે તે બધી માહિતી માટે ડિટેક્ટિવની મદદ લેતી હોય છે.

લગ્ન બાદ તો પતિ- પત્ની એક બીજા પર વોચ રખાવા ડિટેકટીવની મદદ લેતા હોય છે, પણ સૌથી વધુ મદ્દદ લીવ ઇન રીલેશનમાં રહેતા લોકો ને પડતી હોય છે. આ સબંધમાં રહેતા લોકો એક બીજા પર પુરતો વિશ્વાસ નથી મૂકી શકતા માટે એક બીજા ની જાસુસી કરાવતા હોય છે.

પ્રાઈવેટ ડિટેક્ટિવ કઈ રીતે કામ કરે છે

જે વ્યક્તિ વિશે માહિત્તી મેળવવાની હોય તેનું પૂરું નામ, સરનામું , કઈ જગ્યાએ કામ કરે છે, વગેરે બેઝિક માહિતી લઈ લે છે. ત્યાંરબાદ પોતાના વિવિધ સોર્સીઝ્નો ઉપયોગ કરીને તે વ્યક્તિની પ્રોફાઈલ વિશે જાણકારી મેળવે છે કે તેને જે માહિતી આપી છે એ સાચીં છે કે નહિ. જરૂર પડે તો તે વ્યક્તિ પાછળ એક માણસ પણ કામે લગાડે છે અને વીડિયોગ્રાફી કરીને પર પ્રૂફ સાથે એન. આર. આઈ ને આપે છે . પ્રાઈવેટ ડિટેક્ટિવ આ કામ પ્રમાણે ફી લેતા હોય છે. એક કેસનાં એક દિવસની ફી 1500 થી 3000 લેવા માં આવે છે.

મેરેજ બ્યૂરો અને એન. આર.આઈ કોન્ટેક કરતા હોય છે
માતા પિતા પોતાનાં સંતનો ને લગ્ન પછી તેમની દામ્પત્ય જીવનમાં કોઈ મુશ્કેલીઓનો સામનો કરવો ના પડે તે માટે લગ્ન અગાઉ ક્યાં તો પરિવાર સાથેની પહેલી મિટિંગ બાદ સામેનાં પાત્રની ઊલટ તપાસ કરાવતા હોય છે. લગ્ન સિઝન આવવાની સાથે સૌથી વધુ એન.આર.આઈ લોકો યોગ્ય વર કે કન્યા છે કે નહીં તેની તપાસ કરાવતા હોય છે. જ્યારે કોઈ પરિવારને એન. આર.આઈ પાત્ર ગમે તો તે એન.આર.આઈ પરિવાર માટે પણ તપાસ કરાવતા હોય છે.
નયન ત્રિવેદી, સંચાલક ડિટેક્ટિવ ઇન્સ્ટિટ્યૂટ

મેરેજ બ્યૂરો વાળા સૌથી વધુ તપાસ કરાવે છે
લગ્ન ગાળામાં સૌથી વધુ એન. આર.આઈ તેમજ મેરેજ બ્યૂરોવાળા સંપર્કમાં રહેતા હોય છે. મેરેજ બ્યૂરોમાં જે પણ યુવક યુવતી પોતાનું નામ લખાવે ત્યાર બાદ તે પાત્રની અને તેના પરિવારની તપાસ કરાવતા હોય છે. જે પણ યુવક યુવતીએ નામ લખાયું છે અને માહિતી આપી છે તે સાચી છે કે ખોટી તેની તપાસ કરાવતા હોય છે.
કમલેશ શાહ, પ્રાઈવેટ ડિટેક્ટિવ

admin

Recent Posts

મસ્તી મસ્તીમાં મિત્રો ઝઘડ્યા એકે બીજાને ચપ્પાના ઘા માર્યા

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરમાં વટવા વિસ્તારમાં આવેલા પુનિતનગર બસ સ્ટેન્ડ પાસે ગઇ કાલે રાતે એક યુવક ઉપર સામાન્ય બાબતે તેના…

23 hours ago

આતંક સામે આક્રોશ, શહીદ જવાનોને શ્રદ્ધાંજલિઃ બજારો સ્વયંભૂ બંધ રહ્યાં

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં CRPFના જવાનો ઉપર થયેલા આતંકી હુમલાના ઘેરા પ્રત્યાધાત અમદાવાદ સહિત સમગ્ર દેશમાં પડ્યા છે. આંતકી…

23 hours ago

પગાર વધારાની માગણી સાથે શિક્ષણ સહાયકો કાલે સામૂહિક મૂંડન કરાવશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: પગારના મુદ્દે છેલ્લા ઘણા સમયથી લડત ચલાવી રહેલા ગ્રાન્ટેડ શાળાઓમાં ફરજ બજાવી રહેલા શિક્ષણ સહાયકોએ રાજ્ય સરકારને…

23 hours ago

750 કરોડની SVP હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ છે પણ શોભાનો

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: વી.એસ. હોસ્પિટલ પરિસરમાં રૂ.૭પ૦ કરોડના ખર્ચે નવનિર્મિત ૧૮ માળની સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલના બારમા માળે સ્વાઇન ફ્લૂનો…

23 hours ago

મ્યુનિ. બજેટ બેઠકમાં બબાલઃ માત્ર એક કલાકમાં ચાર બજેટ મંજૂર કરી દેવાયાં

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: આજે મ્યુનિસિપલ મુખ્યાલયમાં આવેલા ગાંધી હોલમાં મળેલી બજેટ બેઠકમાં સવારે ૧૦ વાગ્યે મ્યુનિ. કોર્પોરેશન સલગ્ન ચારેય સંસ્થાનાં…

23 hours ago

પુલવામા હુમલો: ૪૦ શહીદને આજે અંતિમ વિદાય અપાશે

(એજન્સી) નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ ૪૦ જવાનના પાર્થિવ દેહ આજે તેમના ઘરે પહોંચી જશે અને તેમને…

23 hours ago