વડોદરામાં ફી વધારા મુદ્દે વાલીઓએ કર્યો અનોખો વિરોધ, ગર્દભની ડોકમાં પોસ્ટર લગાવી પહોંચ્યા સ્કૂલ પર

વડોદરામાં સ્કૂલ સંચાલકોના વિરોધમાં વાલીઓએ અનોખો વિરોધ કર્યો છે. ફી મુદ્દે વાલીઓએ આજે બંધનું એલાન આપ્યું છે ત્યારે વડોદરાના માંજલપુરમાં શ્રેયસ સ્કૂલ પર વાલીઓ ગર્દભ સાથે પહોંચ્યા હતા. એટલં જ નહીં ગદર્ભ પર વિરોધના પોસ્ટર પણ લગાવામાં આવ્યા હતા.

વાલીઓએ પોસ્ટર દ્વારા સંચાલકોનો વિરોધ કર્યો હતો. વાલીઓએ ગર્દભ પર લગાવામાં આવેલા વિરોધના પોસ્ટરમાં શાળા સંચાલકોને લોભિયા ગણાવ્યા હતા, જ્યારે સરકારને પણ શાળા સંચાલકો વિરુધ્ધ યોગ્ય પગલા લેવાની અપીલ કરી હતી.

જો કે  આના સિવાય પણ વડોદરા ખાતે સ્કૂલો ચાલુ રાખવામાં આવી છે, જેનો વાલીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. વાલીમંડળો દ્વારા સ્કૂલો બંધ કરાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. વાલીમંડળનું એક જૂથ વડોદરાની જય અંબે સ્કૂલમાં પહોંચ્યું હતું અને હોબાળો કરવા લાગ્યું હતું.

You might also like