ફી મુદ્દે સ્કૂલ સંચાલકોની દાદાગીરી, શહેરની દિવ્યપથ-HB કાપડિયા સ્કૂલમાં વાલીઓનો વિરોધ

ફી નિયંત્રણને લઇને વાલીઓમાં રોષ યથાવત છે અને બીજી તરફ સ્કૂલો પણ મનમાની કરી રહી છે. વાત અમદાવાદની કરીએ તો આજે શહેરમાં મેમનગરની દિવ્યપથ સ્કૂલમાં વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. બીજી તરફ ચાંદખેડાની એચ.બી.કાપડિયા સ્કૂલમાં પણ વાલીઓ રોષે ભરાયા હતા.

વાલીઓનો આક્ષેપ છે કે સ્કૂલ સંચાલકો ફી ભરવા દબાણ કરી રહ્યા છે. જો વાલીઓ ફી નહીં ભરે તો બાળકોને સ્કૂલમાં બેસવા દેવામાં નહીં આવે તેવી ધમકી પણ આપી રહ્યા છે.

મેમનગરની સ્કૂલમાં વિદ્યાર્થીઓને પ્રવેશ ન અપાતાં વિરોધઃ
આજે સવારે અમદાવાદના મેમનગરની દિવ્યપથ સ્કૂલમાં વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. ફી ને લઇને વિધાર્થીઓને સ્કૂલમાં ન જવા દેવામાં આવતા વાલીઓ ગુસ્સે થયા હતા અને મોટી સંખ્યામાં વાલીઓ ભેગા થઈ ગયા હતા. વાલીઓએ એકસાથે વિરોધ કર્યો હતો.

ચાંદખેડાની HB કાપડિયા સ્કૂલમાં પણ વિરોધઃ
બીજી તરફ ચાંદખેડાની એચ બી કાપડિયા સ્કૂલમાં પણ વાલીઓએ પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. વાલીઓએ સ્કૂલ સંચાલકો પર આરોપ લગાવતાં કહ્યું હતું કે, તેમને ફોન પર અને પત્ર લખી ફી મુદ્દે ધમકી આપવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં નહીં બેસવા દેવાની ધમકી આપવામાં આવી છે.
ppp

You might also like