Categories: Gujarat

શાળાઓમાં વસૂલાતી કમરતોડ ફી સામે વાલીઓની ગાંધીગીરી

રાજ્ય સરકારે કરેલા ખાનગી શાળાઓ માટેના ફી નિર્ધારણ કાયદાની ઐસીતૈસી કરી મનફાવે તેવી ફી વસૂલાતી કેટલીક ખાનગી શાળાઓ સામે આજે ગાંધીજયંતી નિમિત્તે વાલીઓએ ગાંધીગીરી સાથે વિરોધનો મોરચો માંડ્યો હતો. સરકારે ફી નિર્ધારણ કાયદો અમલમાં મૂક્યો હોવા છતાં હજુ પણ કોઇ ને કોઇ કારણસર તેનો અમલ થઇ શક્યો નથી, જેના કારણે કેટલીક ખાનગી શાળાઓ આજે પણ મનફાવે તેમ ફીની વસૂલાત કરી રહી છે.

બીજા સત્રની શરૂઆતની સાથે જ નિકોલ અને નરોડાની કેટલીક શાળાઓએ જૂની ટર્મ પ્રમાણે પપ હજાર સુધીની ફી વસૂલ કરવાનું શરૂ કરતાં જ નરોડા-નિકોલના પેરન્ટ્સ દ્વારા આજે શાળા સંચાલકો સામે ફીના ધોરણના વિરોધમાં બેનરો સાથે મૌન રેલી કાઢવામાં આવી હતી. ફી નિર્ધારણ કાયદો અમલી બન્યાને ચાર મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં વાલીઓની ફીના મુદ્દે દશા હજુ એવી ને એવી જ છે. ચાર મહિના પછી પણ હાઇકોર્ટમાં ગયેલી કેટલીક શાળાઓ તેમણે બનાવેલા પોતાના નિયમ મુજબ તગડી ફી વસૂલી રહી
છે.

નરોડા અને નિકોલ ખાતે આવેલ પી. વસાણી ઇન્ટરનેશનલ, ‌ડિવાઇન ઇન્ટરનેશનલ અને દેવસ્ય ઇન્ટરનેશનલ શાળાના સંચાલકોએ બીજા સત્રની અનુક્રમે 55હજાર, 52હજાર અને 48હજાર જેટલી તગડી ફી વસૂલવાનું શરૂ કર્યું હતું, જેની સામે વાલીઓએ સરકારના ફી નિર્ધારણ કાયદા અનુસાર ફી લેવા માટે શાળા સંચાલકોને રજૂઆત કરી હતી. તેના માટે નરોડા અને નિકોલના વાલીઓએ પેરન્ટ્સ એસોસિયેશન બનાવ્યું છે. શાળા સંચાલકો દ્વારા ફી નહીં ઘટાડવામાં આવે, બીજા સત્રની ફી તો ભરવી જ પડશે, જ્યાં કહેવું હોય ત્યાં કહી
દો તેવી ધમકી આપવામાં આવી હોવાનો વાલીમંડળનો આક્ષેપ છે.

શાળા સંચાલકો સાથે વાલીઓએ કરેલી અનેક રજૂઆતો બાદ શાળા સંચાલકો ફીના મુદ્દે ટસના મસ ન થતાં કફોડી હાલતમાં મુકાયેલા વાલીઓએ છેવટે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાનો રાહ લીધો હતો, જેના પગલે નરોડા-નિકોલની શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓએ આજે નિકોલના શુકન ચાર રસ્તાથી મનોહર વીલા સુધી બેનર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. રેલીના પગલે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે કોઈને અન્યાય નહીં થવા દેવાય. હાઈકોર્ટના ચુકાદાની રાહ જોવાઈ રહી છે. આ અંગે
નારોલ-નિકોલ વાલીમંડળના પ્રમુખ આશિષભાઇ કંજા‌રિયાએ જણાવ્યું હતું કે નિર્ધારિત કાયદાથી વિરુદ્ધ આ શાળાઓ મનમાની કરીને વાલીઓ પાસેથી તગડી ફી વસૂલવા માટે દબાણ કરી રહી છે, જેના કારણે અમે ગાંધી ચિંધ્યા માર્ગે હવે આંદોલન કરવાનું નક્કી કર્યું છે.

શહેરની અનેક શાળાઓ કાયદાના અમલથી વિરુદ્ધ ફી ઊઘરાવી રહી છે, જેથી અમદાવાદના તમામ વાલીમંડળ એકઠાં થઇ દર ત્રણ દિવસે વિરોધ પ્રદર્શન અને મૌન રેલી કાઢીશું. કાયદાનું પાલન ન કરતા શાળા સંચાલકો સામે છેવટે સુધી લડી લઇશું. કાયદા મુજબ તેઓ ર૭ હજાર સુધી ફી વસૂલી શકે છતાં તેઓ પપ હજાર સુધીની ફી જમા કરવાનો આગ્રહ રાખે છે. અત્રે ઉલ્લેખનીય છે કે મોટા ભાગની ખાનગી શાળાઓ ફી નિર્ધારણ કાયદાની સામે હાઇકોર્ટમાં છે.

Dhruv Brahmbhatt

Recent Posts

OMG! વહેલના પેટમાંથી નીકળ્યો 40 કિલોનો પ્લાસ્ટિક કચરો

(એજન્સી)વોશિંગ્ટન: સમુદ્રમાં વધતા પ્લાસ્ટિકના કચરાના કારણે માછલીઓનો દમ ઘૂંટાઈ રહ્યો છે. તાજેતરનું ઉદાહરણ ફિલિપાઈન્સમાં પકડાયેલી માછલીનું છે, જેના પેટમાં ૪૦…

12 hours ago

શેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા

એક એવો પર્વત કે જેનાં બંને શિખર પર નવસો મંદિરોની ભવ્ય પતાકાઓ લહેરાતી હોય અને જેનાં દર્શન ભવ્ય અને અલૌકિક…

12 hours ago

પ્રિયંકાએ કહ્યું હું ખૂબ જ ખરાબ પત્ની કેમ કે મને રસોઈ બનાવતાં આવડતું નથી

(એજન્સી)વોશિંગ્ટન: અમેરિકાના ચેટ શો 'ધ વ્યૂ'માં પ્રિયંકા ચોપરાએ પોતાની પર્સનલ લાઈફને લઈને વાત કરી હતી. તેને કહ્યું કે હું ખૂબ…

12 hours ago

2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે

(એજન્સી)લોસ એન્જલ્સ: અમેરિકન ફેડ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે એવી જાહેરાત કરી છે કે વર્તમાન સ્થિતિને ધ્યાને લેતા નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં…

12 hours ago

કાલથી IPLનો નોનસ્ટોપ રોમાંચ શરૂઃ આ યોદ્ધા રણશિંગું ફૂંકશે

ચેન્નઈ: તાજેતરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ટી-૨૦ અને વન ડે શ્રેણીની સાથે ભારતીય ક્રિકેટ સિઝનનું સમાપન થઈ ગયું. હવે…

12 hours ago

જમીનના કેસમાં ચેડાં કરી બેંચ ક્લાર્કે બોગસ નોટિસ ઇશ્યૂ કરી

શહેરની મીરજાપુર ખાતે આવેલા ગ્રામ્ય કોર્ટમાં ચાલતા દીવાની દાવાના એક કેસમાં કોર્ટમાં થતી રોજ કામના શેડ્યૂલમાં ખોટો રેકોર્ડ ઊભાે કરીને…

13 hours ago