ફિલ્મ ‘પાર્ચ્ડ’નું ટ્રેલર રિલીઝ

મુંબઇ: અભિનેત્રી રાધિકા આપ્ટેની આવનારી ફિલ્મ ‘પાર્ચ્ડ’નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. આ ફિલ્મમાં રાધિકા આપ્ટે, સુરવીન ચાવલા, તનિષ્ઠા ચેટર્જી અને લેહાર ખાન મુખ્ય ભૂમિકામાં છે.

અભિનેતા અજય દેવગણની આવનારી સહ નિર્મિત ફિલ્મ ‘પાર્ચ્ડ’ 23 સપ્ટેમ્બરે રિલીઝ થશે. લીના યાદવના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં ચાર સામાન્ય મહિલાઓ રાની , લાજો, બિજલી અને જાનકીની સ્ટોરી બતાવવામાં આવી છે. આ ફિલ્મમાં સુરવીન ચાવલાને ડાન્સરના રૂપમાં બતાવવામાં આવી છે તો તનિષ્ઠા વિધવાના રૂપમાં છે.

અજય દેવગણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ ટ્રેલર શેર કર્યું છે.

ભારતના ગ્રામીણ ક્ષેત્ર પર બનેલી ફિલ્મ ‘પાર્ચ્ડ’ ત્રણ મહિલાઓના સામાન્ય જીવનની સ્ટોરી દર્શાવે છે, જે વર્ષોથી ચાલી આવતી માન્યતાઓને તોડીને આઝાદી તરફ આગળ વધે છે.

You might also like