ઓસ્કર લાઇબ્રેરીમાં પહોંચી ‘સનરાઇઝ’ અને ‘પાર્ચ્ડ’ની પટકથા

નવી દિલ્હી: આદિલ હુસેન અભિનીત ફિલ્મો ‘સનરાઇઝ’ અને ‘પાર્ચ્ડ’ની પટકથાઓને એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ ઓફ સાઇન્સેજની લાઇબ્રેરીમાં સંગ્રહિત કરવામાં આવ્યા છે.

દિલ્હીમાં રહેતા અભિનેતાએ શુક્રવારે ટ્વિટ કર્યુ, બે ફિલ્મ જેનો હું ભાગ છું, ‘સનરાઇઝ’ અને ‘પાર્ચ્ડ’ની પટકથાને ઓસ્કર લાઇબ્રેરીમાં સંગ્રહિત કરવામાં આવી છે.’

એટલું જ નહીં અભિનેતા આદિલ હુસેનએ માર્ગરેટ હેરિક લાઇબ્રેરી ઓફ ધ એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાઇન્જેસ પાસેથી મળેલા પત્રે પણ રજૂ કર્યો છે.

You might also like