દિલ્હીના ૩૦ ટકા રાજકારણીઓની નોટો બદલી આપીઃ પારસમલ લોઢા

નવી દિલ્હી: કરોડો રૂપિયાની નોટો બદલવાના મામલામાં એક દિવસ પૂર્વે અટકાયતમાં લેવાયેલા હવાલા ઓપરેટર અને ગુજરાતના વિવાદાસ્પદ વેપારી પારસમલ લોઢાની એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટે સખતાઇથી સઘન પૂછપરછ કરી હતી અને લોઢાએ પૂછપરછ દરમિયાન પોતાને રોહિત ટંડન, શેખર રેડ્ડી અને તામિલનાડુના સાત બિઝનેસમેન સહિત કેટલાંય મોટાં માથાંઓ સાથે સંપર્ક હોવાની વાત કબૂલી હતી.

પારસમલે એવો ચોંકાવનારો પર્દાફાશ કર્યો છે કે દિલ્હીના ૩૦ ટકા નેતાઓએ નોટો બદલી કાઢી છે. તેણે કબૂલ્યું હતું કે તેના દ્વારા દિલ્હીના અને દ‌િક્ષણના કેટલાય રાજકારણીઓએ જૂની નોટો જંગી જથ્થામાં બદલાવી હતી. પારસમલે પૂછપરછ દરમિયાન એવી કબૂલાત કરી હતી કે અત્યાર સુધીમાં તેણે કુલ રૂ.૧૧ કરોડની જૂની નોટો બદલાવી છે. નવી નોટો પારસમલને બેન્કરો અને હવાલા ઓપરેટરો તરફથી મળતી હતી. તેેણે પૂછપરછમાં જણાવ્યું હતું કે હું ૩૦ ટકા કમિશન લઇને જૂની નોટો બદલતો હતો અને મારે અનેક વિદેશી હવાલા ઓપરેટર સાથે સાઠગાંઠ છે. તે જૂની કરન્સીની મોટી ખેપ લઇને તેને બદલવા માટે દુબઇ જવાનો હતો.

ઇડીને બાતમી મળી હતી કે પારસમલ મલેશિયા જવાની ફિરાકમાં હતો જ્યાં તેને જૂની કરન્સી બદલવાના બે મોટાં કામ મળ્યા હતા. તે જ્યારે મલેશિયા જવાની તૈયારીમાં હતો ત્યારે તેની એરપોર્ટ પરથી જ ધરપકડ કરી લેવામાં આવી હતી.
http://sambhaavnews.com/

You might also like