શૂટિંગઃ ક્વોલિફિકેશન રાઉન્ડમાંથી જ નરેશ બહાર ફેંકાયો

રિયોઃ બ્રાઝિલની યજમાનીમાં ચાલી રહેલા પેરાલિમ્પિક રમતોત્સવના પહેલા દિવસે ગઈ કાલે ભારતીય શૂટર નરેશકુમાર શર્મા પુરુષોની ૧૦ મીટર એર રાઇફલ સ્ટેન્ડિંગ SH1 ઇવેન્ટની ફાઇનલમાં પ્રવેશી શક્યો નહોતો. ઓલિમ્પિક શૂટિંગ રેન્જમાં યોજાયેલા ક્વોલિફિકેશન રાઉન્ડમાં નરેશનું પ્રદર્શન બહુ જ નિરાશાજનક રહ્યું હતું અને સ્પર્ધા પૂરી કરનારા ખેલાડીઓમાં તે સૌથી છેલ્લા ક્રમે રહ્યો. ૨૨ સ્પર્ધકોમાં બ્રિટનનો ઓવેન બુર્કે (૩૨૧.૧) સ્પર્ધા પૂરી કરી શક્યો નહોતો.

નરેશે ચાર શ્રેણીમાં ૫૮૩નો કુલ સ્કોર હાંસલ કર્યો હતો. પહેલી શ્રેણીમાં તેણે ૯૮.૧, બીજી શ્રેણીમાં ૯૫.૬, ત્રીજી શ્રેણીમાં ૯૯.૨ અને ચોથી શ્રેણીમાં ૧૦૩.૩નો સ્કોર કર્યો. દક્ષિણ કોરિયાના જિન હો પાર્કે ૬૨૫.૩ પોઇન્ટ સાથે ટોચનું સ્થાન હાંસલ કરીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. ટોચના આઠ શૂટર ફાઇલમાં પહોંચ્યા હતા.

You might also like