કલેકટર ઓફિસની પાણી વગરની પરબ

શહેરની કલેકટર કચેરીમાં જુદા જુદા કાર્ય સબબ મોટી સંખ્યામાં મુલાકાતીઓ અવરજવર કરે છે. ૭/૧ર અને ૮/અ ના ખેતીના ઉતારાઓની બારીની બહાર અને કચેરીમાં ન જવું હોય તો બહારથી જ પાણી પી શકાય તેવી વર્ષાેથી પાણીની પરબ કાર્યરત હતી. હવે આ પરબ તો બંધ થઇ ગઇ છે પણ પાણીના નળ, ગ્લાસ વગેરે પણ ગાયબ થઇ જઇ ખંડેર હાલતમાં ઊભેલી આ પાણીની પરબ જોઇને મુલાકાતીઓએ હવે ફરજિયાત કચેરીમાં જઇને ખૂણામાં આવેલી પાણીની પરબ (વોટરકૂલર) પાસે પાણી પીવા જવું પડેે છે. પરબ કેમ બંધ થઇ ગઇ તેનો તંત્ર પાસે કોઇ જવાબ નથી.

You might also like