નક્સલવાદીઓએ જવાનો નહી નેતાઓની હત્યા કરવી જોઇએ : પપ્પુ

પટના : સાંસદ પપ્પૂ યાદવ સમાચારમાં રહેવા માટે સતત વિવાદિત નિવેદનો આપતા રહ છે. યાદવ બુધવારે હાજીપુરમાં સુકમા નક્સલી હૂમલામાં શહીદ જવાન અભય કુમારનાં પરિવારજનોને મળવા માટે પહોંચ્યા હતા. આ પ્રસંગે તેમણે કહ્યું કે, નક્સલવાદીઓએ દેશની રક્ષા કરી રહેલા જવાનોની હત્યા ન કરવી જોઇએ તેનાંથી દેશ નબળો પડશે. નક્સલવાદીઓએ તેની હત્યા કરી જોઇએ જે દેશને ખોખલો કરી રહ્યા છે.

યાદવે કહ્યું કે સિક્યુરિટી ફોર્સિસનાં જવાનો તો પોતાનું ઘર, પરિવાર છોડીને આપણે સુરક્ષા કરી રહ્યા છે, ત્યારે આપણા ઘરમાં સવારથી માંડીને સાંજ સુધી શાંતિ રહે છે. પછી તેની હત્યા શા માટે કરવામાં આવે ? આપણા દેશને આજે નેતાઓ લૂંટી રહ્યા છે, માટે સૌથી પહેલા નક્સવાદી નેતાઓની હત્યા કરવી જોઇએ, જે આખા દેશને ખોખલો કરી ચુક્યા છે.

સાંસદ પપ્પુ યાદવે નરેન્દ્ર મોદીને પુછ્યું કે નોટબંધી છતા પણ નકસલી હૂમલા કેમ થઇ રહ્યા છે ? જ્યારે તમે તો કહ્યું હતું કે નોટબંધીથી ભ્રષ્ટાચાર, આથંકવાદ અને નક્સલવાદ ખતમ થઇ જશે. દેશમાં નકસલીઓ અને આતંકવાદી ઘટનાઓમાં ઘટાડો થશે. નોંધનીય છે કે, 24 એપ્રીલે સુકમામાં થયેલા નક્સલી હૂમલામાં 25 જવાન શહીદ થઇ ગયા હતા.

You might also like