પપ્પાની શિખામણથી સફળતા મળીઃ દીપિકા પદુકોણ

પોતાની મહેનત અને લગનથી એક ખાસ મુકામ બનાવનાર દીપિકા પદુકોણ માત્ર બોલિવૂડ નહીં, હોલિવૂડ સુધી પોતાની પ્રતિભા સાબિત કરી ચૂકી છે. પોતાના દમદાર અભિનયથી ટીકાકારોની બોલતી બંધ કરી દેનાર દીપિકા ટોપ-૧૦ સેક્સીએસ્ટ વુમનના લિસ્ટમાં ત્રીજા સ્થાને છે.

ફિલ્મી કરિયરની શરૂઆતમાં દીપિકાએ બ્લોક બસ્ટર ફિલ્મ ‘ઓમ્ શાંતિ ઓમ્’માં શાહરુખ ખાન સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ ખૂબ જ પસંદ કરાઇ હતી, ત્યારથી દીપિકાની ગાડી ચાલી નીકળી. આ ફિલ્મ માટે તેને બેસ્ટ ન્યૂકમરનો એવોર્ડ પણ મળ્યો હતો. ત્યારબાદ તેની ઘણી ફિલ્મો બોક્સ ઓફિસ પર પટકાઇ પણ ગઈ, જોકે દીપિકાએ હાર ન માની.

તેના જણાવ્યા અનુસાર ‘કોકટેલ’ ફિલ્મ તેના જીવનનો ટર્નિંગ પોઇન્ટ હતી, જેને ટીકાકારો અને તેના શુભેચ્છકોએ પણ સ્વીકારી. પોતાના પિતાને સૌથી મોટા ટીચર માનનારી દીપિકા કહે છે કે હું પપ્પાની શિખામણ પર ધ્યાન આપું છું. પપ્પાની શિખામણ પર ધ્યાન આપીને હું અહીં સુધી પહોંચી છું.

જે પણ કરો તે જીવ આપીને કરો, દિલ લગાવીને કરો. મારાં માતા-પિતાએ ક્યારેય મારી કે મારી બહેન પર પોતાનાં સપનાંને લાદવાની કોશિશ કરી નથી. યુવા પેઢીને સંદેશ આપતાં દીપિકા કહે છે કે કરિયર પ્રત્યે ગંભીર બનો, પરંતુ એટલાં પણ નહીં કે કામનું દબાણ તમારા પર હાવી થવા લાગે અને તમે ડિપ્રેશનનો શિકાર બની જાઓ.

દીપિકાના જણાવ્યા અનુસાર પોઝિટિવ વિચારસરણીનું ખૂબ જ મહત્ત્વ છે. નેગેટિવ વિચારોને મનમાં જગ્યા ન આપો. પોઝિટિવ વિચારધારા કોઇ પણ સમસ્યા સૂલઝાવી શકે છે. •

You might also like