પપૈયાની બરફી

સામગ્રીઃ પાકું પપૈયું – ૧ કિલો ગ્રામ, ખાંડ – ૨૫૦ ગ્રામ, ઘી – ૨ ચમચી, દૂધ – ૧/૪ કપ, કસ્ટર્ડ પાવડર – ૪ ચમચા, ગાર્નિશિંગ માટે – કાજુ, બદામની કતરણ અને કિસમિસ જરૂરિયાત મુજબ

રીતઃ પાકા પપૈયાની છાલ ઉતારી તેમાંથી બી કાઢી લઈ ટુકડા કરી લો. ત્યાર બાદ મિક્સરમાં ટુકડા નાખી પેસ્ટ બનાવો. હવે એક કઢાઈમાં ઘી મૂકી પીગળે એટલે તેમાં પપૈયાની પેસ્ટ નાખીને પાંચ મિનિટ સાંતળો. તેમાં ખાંડ ઉમેરી ચાસણી થવા દો. સાથે સાથે દૂધમાં કસ્ટર્ડ પાવડર નાખી જાડી પેસ્ટ બનાવી તૈયાર રાખો. કઢાઈમાં પેસ્ટ લચકા જેવી ઘટ્ટ થાય એટલે તેમાં કસ્ટર્ડની પેસ્ટ નાખો. આ દરમિયાન તેને સતત હલાવતા રહો. મિશ્રણ એકદમ ઘટ્ટ થાય એટલે એક થાળીમાં ઘી ચોપડી તેમાં પેસ્ટ સેટ કરી દો. કાજુ, બદામ, કિસમિસથી ગાર્નિશિંગ કરો. ઠરી જાય એટલે ટુકડા કરીને સર્વ કરો.

You might also like