પાપડમાંથી બનાવો આ ટેસ્ટી સબજી

સામગ્રી

5-6 પાપડ

1 ચમચી રાઇ

¼ ચમચી જીરૂ

2 ટામેટા ઝીણા કટ કરેલા

2 કપ દહીં

મીઠું સ્વાદ અનુસાર

1 ચમચી સમજી મસાલો

1 ચમચી તેલ

2-3 લાલ મરચા

¼ ચમચી હળદર

બનાવવાની રીતઃ સૌથી પહેલા પાપડના નાના ટુંકડા કટ કરો. પછી મધ્ય આંચ પર પેન મૂકો. તેમાં 2 કપ પાણી એડ કરીને તેને ઉકાળો. પાણી ઉકળી જાય એટલે તેમાં પાપડ એડ કરીને તેને ચઢવા દો. ત્રણ ચાર મીનીટ પછી તેને ગેસ પરથી ઉતારી લો. પાપડમાંથી પાણી નીકાળી લો. હવે પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઇ, લાલ મરચા અને જીરૂ એડ કરો. હવે તેમાં કટ કરેલા ટામેટા, દહીં, હળદર મીંઠુ એડ કરીને 8-10 મિનીટ રહેવા દો. પછી તેમાં બાફેલા પાપડને 2-3 મિનીટ માટે ચઢવા દો. જો રસદાર શાક જોઇએ તો તેમાં થોડું પાણી એડ કરી શકો છો. આ પાપડ સબજીને તમે રોટલી, પરાઠા કે ભાત સાથે ખાઇ શકો છો.

You might also like