શક્ય હોય તો જમવામાં પાપડને સામેલ ન કરતા

ભારતમાં મળતા પેકેજ્ડ ફૂડમાં ખૂબ જ ઊંચી માત્રામાં સોલ્ટ હોય છે, જે હાઇ બ્લડપ્રેશર માટે જવાબદાર છે. તેના કારણે સ્ટ્રોક અને હાર્ટએટેક આવવાનું જોખમ વધે છે. પેકેજ્ડ આઇટમમાં પાપડ, સોસ અને સ્પ્રેડ્સ જેવી વાનગીઓનું નામ મોખરે છે. સંશોધકોનું કહેવું છે કે તેમને પાંચથી છ હજાર વસ્તુઓમાં સોલ્ટનું પ્રમાણ નોંધ્યું હતું. બે એકસરખી પ્રોડક્ટમાં રહેલા સોલ્ટના પ્રમાણમાં પણ મોટો તફાવત જોવા મળ્યો હતો. કેટલીક પ્રોડક્ટમાં અત્યંત વધુ માત્રામાં સોલ્ટ મળી આવ્યું હતું. તેમાં પાપડ મોખરે હતા. ૧૦૦ ગ્રામ પાપડમાં ૧૨૧૯ મિ.ગ્રામથી લઇને ૪૦૦૦ મિ.ગ્રામ જેટલું સોડિયમ જોવા મળ્યું. પાપડમાં જે માત્રામાં સોડિયમ છે તે હાઇપર ટેન્શન જેવા રોગોને આમંત્રણ આપે છે.

You might also like