ગુજરાતી થાળીની શાન એવા પાપડથી થાય છે આટલુ મોટુ નુકસાન

અમદાવાદ : આજકાલ ગુજરાતીઓમાં પાપડ ખાવાનો ટ્રેન્ડ વધી ગયો છે. હોટલમાં પણ ભોજન સાથે પાપડ મંગાવવો તે જાણે કોઇ સ્ટેટસ સિમ્બોલ હોય તે રીતે ઓર્ડર અપાતો હોય છે. હોટલનાં વેઇટર્સ પણ મોકો ચોઇને ચોક્કો ફટકારે છે. મસાલા પાપડથી માંડીને રોસ્ટેડ પાપડ સહિતનાં વિવિધ ઓપ્શન આપે છે.

જો કે આ પાપડ આરોગ્ય અને સ્વાસ્થય માટે ખુબ જ નુકસાન કારક હોય છે. નોંધનીય છે કે પાપડ ખાવાથી શરીરને ખુબ જ નુકસાન પહોંચે છે. તો જાણો કઇ રીતે પાપડ તમારા આરોગ્યને પહોંચાડે છે નુકસાન. પાપડ કઇ રીતે તમારા શરીર પર વિપરિત અસર કરીને સમગ્ર પાચન તંત્રને ખોરવી નાખે છે.

– સામાન્ય રીતે કોઇ પણ ખોરાક લાંબો સમય ટકી રહે તે માટે તેમાં પ્રિઝર્વેટિવ એડ કરાય છે. આ પ્રિઝર્વેટીમાં સોડિયમ મુખ્યત્વે હોય છે. જે શરીરમાં રોગનું ઘર પેદા કરે છે. સોડિયમ એક પ્રકારનું એસીડ હોય છે જે શરીરની સમગ્ર સાઇકલ ખોરવી નાખે છે.
-પાપડમાં ઘણી કેલેરી હોય છે. બે રોટલી જેટલી કેલરી માત્ર એક પાપડમાંથી મળતી હોય છે. તેથી જો તમે વજન ઘટાડી રહ્યા હો અથવા તો ડાયેટિંગ કરી રહ્યા હો તો પાપડ તમારા માટે નથી.
– પાપડને ટેસ્ટી અને પાતળા બનાવવા માટે તેમાં મસાલો અને આર્ટિફિશિયલ ફ્લેવર મિક્સ કરાય છે. જે પેટમાં ગયા બાદ એસિડીટી અને ગેસની સમસ્યા પેદા કરે છે.
– પાચનને લગતી સમસ્યા પણ ઘણી વખત પાપડનાં કારણે થાય છે.
– પાપડ પાતળા હોવાથી જો કોઇ ટુકડો ચાવ્યા વગરનો હોજરીમાં જતો રહ્યો હોય તો તે બ્લેડની જેમ હોજરીને પણ નુકસાન પહોંચાડી શકે છે.
– દરરોજ પાપડ ખાવાથી હૃદય અને કિડનીને લગતી બિમારીઓ પણ થઇ શકે છે.

You might also like