પીપી પેન્થર ટીમ AACA ક્રિકેટ કાર્નિવલ-’17માં ચેમ્પિયન બની

અમદાવાદઃ અમદાવાદ એડવર્ટાઇઝિંગ સર્કલ એસોસિયેશન (AACA) દ્વારા યોજાયેલી હાઈપાવર નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટ એક રોમાંચક મુકાબલા સાથે પૂર્ણ થઈ હતી. ટૂર્નામેન્ટની ફાઇનલમાં પબ્લિસિટી પાર્લર એડ એજન્સીની ટીમ પીપી પેન્થરે ટ્રોફી જીતી લીધી હતી.
AACA ક્રિકેટ કાર્નિવલમાં વિવિધ એડ એજન્સીની કુલ ૧૬ ટીમના ૧૨૮ ખેલાડીઓ વચ્ચે ૨૭ નાઇટ મેચ રમાઈ હતી. ગત રવિવારે રમાયેલી ફાઇનલ મેચ ઉપરાંત AACAની વુમન્સ ક્રિકેટમાં બે ટીમ પાયલ પરફોર્મર્સ અને શીતલ શૂટર્સ વચ્ચે તથા સિનિયર મેમ્બર્સમાં ગોલ્ડન ગ્લેડિયેટર્સ અને ડાયમંડ ડેર ડેવિલ્સ વચ્ચે પણ શાનદાર મેચ રમાઈ હતી. દરેક મેચ દરમિયાન જગર્નોટ ગ્રાઉન્ડ ખાતે દર્શકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હગતા.

એવોર્ડ સેરેમનીમાં AACAના પ્રેસિડેન્ટ અજિત શાહ અને એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર્સ પ્રશાંત નારેચણિયા, પિનલ શાહ, જગત ગાંધી, મનીષ ગાંધી તથા સમીર શાહે ખેલાડીઓને ટ્રોફી અર્પણ કરી હતી. આ પ્રસંગે AACAના સેક્રેટરી મનીષ ગાંધીએ સર્વે ટીમ ઓનર એજન્સી, એજન્સીના ખેલાડીઓ, સ્પોન્સર્સ તથા રેડિયો, પ્રિન્ટ, ટીવી મીડિયાનો આભાર માનીને સંસ્થાના આગામી કાર્યક્રમો અંગેની માહિતી આપી હતી.

You might also like