છગ્ગા સાથે પ્રથમ સદી પૂરી કરનારો ચોથો ભારતીય બન્યો પંત

લંડનઃ ઈંગ્લેન્ડ સામે પાંચમી ટેસ્ટના અંતિમ દિવસે ભારતીય વિકેટકીપર- બેટ્સમેન રિષભ પંતે ટેસ્ટ કરિયરની પ્રથમ સદી ફટકારી. ૧૧૭ બોલમાં સદી પૂરી કરનારો પંત સૌથી નાની ઉંમરે પ્રથમ સદી ફટકારનારો બીજો ભારતીય વિકેટકીપર બની ગયો છે. પંતના પહેલાં ભૂતપૂર્વ વિકેટકીપર અજય રાત્રા આ સિદ્ધિ હાંસલ કરી ચૂક્યો છે. પંતે આઉટ થતાં પહેલાં ૧૧૪ રનની ઇનિંગ્સ રમી હતી.

૭૪મી ઓવરમાં આદિલ રશિદના પાંચમા બોલ પર છગ્ગો મારીને પંતે પોતાની પ્રથમ ટેસ્ટ સદી પૂરી કરી હતી. આ સાથે જ પંત છગ્ગો મારીને પ્રથમ સદી ફટકારનારો ચોથો ભારતીય ખેલાડી બની ગયો છે.

આ પહેલાં દિગ્ગજ ઓલરાઉન્ડર કપિલદેવ ૧૯૭૮-૭૯માં વિન્ડીઝ સામે દિલ્હીમાં, ઇરફાન પઠાણ ૨૦૦૭-૦૮માં પાકિસ્તાન સામે બેંગલુરુમાં, હરભજનસિંહ ૨૦૧૦-૧૧માં ન્યૂઝીલેન્ડ સામે અમદાવાદમાં આવી સિદ્ધિ હાંસલ કરી હતી.

પંત ઈંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ સદી ફટકારનારો પ્રથમ ભારતીય વિકેટકીપર-બેટ્સમન પણ બની ગયો છે. ચોથી ઇનિંગ્સમાં સદી ફટકારવાની સાથે તેણે ધોનીને પાછળ રાખી દઈને ચોથી ઇનિંગ્સમાં સૌથી વધારે રન બનાવનારો ભારતીય વિકેટકીપર-બેટ્સમેન પણ બની ગયો છે.

વર્ષ ૨૦૦૭માં ધોનીએ લોર્ડ્સના મેદાન પર ૭૬ રનની ઇનિંગ્સ રમી હતી, જે ટેસ્ટ મેચની ચોથી ઇનિંગ્સમાં કોઈ ભારતીય વિકેટકીપર બેટ્સમેન દ્વારા રમવામાં આવેલી સૌથી મોટી ઇનિંગ્સ હતી.

divyesh

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

1 week ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

1 week ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

1 week ago

અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…

1 week ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

1 week ago

અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…

2 weeks ago