પંકજાનો પુજારીને ધમકી આપતો ઓડિયો વાઇરલ

મુંબઇ : દિવંગત ભાજપ નેતા ગોપીનાથ મુંડેની પુત્રી અને મંત્રી પંકજા મુંડે પોતાની એક ઓડિયો ક્લિપનાં કારણે એક વાર ફરીથી ચર્ચામાં આવી ગયા છે. જેમાં તેઓ ભગવાનગઢનાં મહત અને પોતાનાં પિતાનાં ગૂરી મહંત નામદેવ શાસ્ત્રી સાથે ઉગ્ર ચર્ચા કરી રહ્યા છે. ઓડિયોમાં પંકજા નામદેવ શાસ્ત્રીને આર્થિક મદદ અટકાવવા માટેની ચેતવણી આપતા સાંભળી શકાય છે.

આ લડાઇ અહેમદનગરનાં એક મોટા તિર્થ સ્થળ ભગવાન ગઢ પર દશેરાનાં મેળા મુદ્દે છે. શાસ્ત્રી આ તિર્થનાં મહંત છે અને કેટલાય વર્ષોથી દશેરાના મેળાની પરંપરા છે. ભગવાનગઢ ભગવાન બાબ અને ભીમ સિંહ બાબાનું સમાધી સ્થળ છે. શાસ્ત્રીએ સ્પષ્ટ કહી દીધું કે પંકજા હતું કે આ મેળામાં પંકજાને રેલી અને ભાષણ નહી કરવા દેવામાં આવે. બદલામાં પંકજાએ પણ ધમકી આપી હતી કે તેણે મહંતની કેટલી આર્થિક મદદ કરી છે.

આ બાબતે મહંતે ઓડિયો ક્લિપ પણ બહાર પાડી છે. જેમાં પંકજા મુંડે ફોન પર જ મહંતને યાદ અપાવ્યું કે તેણે કેટલી મદદ કરી છે. જો કે હવે તે મદદ નહી કરે. મારી સાથે સંબંધ બગાડવો ભારે પડશે.અમે સીધા પણ નથી અમારા લોકો ત્યાં માર મારી પણ શકે એછે અને નકલી કેસમાં ફસાવી પણ શકે છે.

You might also like