પનીર ગુલગુલ

સામગ્રી

1 1/3 કપ રવો

11/2 કપ મેંદો

150 ગ્રામ પનીર

5 ચમચી ધી

2 ચમચી આમચૂર પાવડર

½ ચમચી ગરમ મસાલો

તેલ તળવા માટે

1/3 ચમચી અજમો

½ કપ દૂધ

2 ચમચી લાલ મરચું પાવડર

1/3 ચમચી કસૂરી મેથી

મીઠુ સ્વાદ અનુસાર

બનાવવાની રીતઃ સૌથી પહેલાં મેંદો અને સોજીને ચાળીને એક વાસણમાં રાખો. ત્યાર બાદ તેમાં ઘી, મીઠું, અજમો એડ કરીને મિક્સ કરો. ત્યાર બાદ તેમાં દૂધ અને જરૂર મુજબ પાણી એડ કરીને મિશ્રણનો લોટ બનાવો. હવે તૈયાર લોટને ઘીથી કેળવીને 20-25 મિનિટ માટે તેને ઢાંકી દો. હવે મધ્યમ આંચ પર નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરો.

પનીરને નાના નાના ટૂંકડાઓમાં કટ કરીને એક બાઉલમાં રાખો. ત્યાર બાદ તેમાં કસૂરી મેથી, અમચૂર પાવડર, ગરમ મસાલો, લાલ મરચુ અને મીઠું એડ કરીને બરોબર મિક્સ કરો. હવે લોટમાંથી એક લાંબો રોલ તૈયાર કરો. તેના નાના નાના ટૂંકડા કટ કરો. તેની પર ઘી લગાવીને યોગ્ય શેઇપ આપો. તેમાં પનીરનું મીશ્રણ એડ કરીને કિનારીથી તેને બંધ કરી દો. હવે ધીમી આંચ પર તૈયાર કરેલા તમામ રોલ ડિપ ફ્રાય કરો, ત્યાર બાદ તેને કિચન પેપર પર રાખો. તેલ નીતરી જાય એટલે તેની પર લાલ મરચું અને આમચૂર પાવડર છાંટીને ગરમા ગરમ સર્વ કરો.

 

 

You might also like