પનીર પેઠાના લાડુ

સામગ્રી : અઢીસો ગ્રામ પનીર, અાઠથી દસ નંગ પેઠા, જાે પેઠાની સાઈઝ મોટી હોય તો ૬થી ૭ નંગ પેઠા લેવા, ફ્લેવર્ડ પેઠા પણ લઈ શકાય, અેક ચપટી અેલચી પાઉડર, બે-ત્રણ ચમચા ચોકલેટ ચિપ્સ, વ્હાઈટ ચોકલેટ મેલ્ટેડ, અેક ટેબલ સ્પૂન બદામનો પાવડર, અડધો ટેબલ સ્પૂન કિસમિસ, અડધો ટેબલ સ્પૂન કાજુનો પાવડર, જરૂર લાગે તો અખરોટના નાના પીસ અેડ કરી શકાય.

રીત : સાૈ પ્રથમ અેક બાઉલ લેવું. તેમાં પનીરને છીણીને મૂકો. ત્યાર બાદ તમામ પેઠાનો ભૂકો કરી લેવો અને તેને બાઉલમાં પનીરના છીણ સાથે મિક્સ કરો. ત્યાર બાદ તેમાં અેલચી પાઉડર અને ચોકલેટ ચિપ્સ ઉમેરો. બરાબર મિક્સ થયા પછી તેમાં કિસમિસ, કાજુનો પાવડર, બદામનો ભૂકો, અખરોટ પાવડર મિક્સ કરી લો.

મિક્ષ્ચરના અેકસરખા ભાગ પાડી લૂઅા બનાવવા. દરેક લૂઅામાંથી લાડુ વાળી લેવા અને ત્યાર બાદ અા લાડુને ફ્રીઝમાં કલાક માટે સેટ કરવા માટે મૂકી રાખો. પછી લાડુને મેલ્ટેડ વ્હાઈટ ચોકલેટમાં બોળીને કોટ કરી લો. ફરી ફ્રીઝમાં અેક કલાક માટે સેટ થવા મૂકી દો. તૈયાર છે પનીર પેઠાના લાડુ. હવે તેને સર્વ કરી શકાય.

You might also like