માતાને પ્રસાદીમાં ધરાવો પનીર પેઠાના લાડુ

સામગ્રીઃ

250 ગ્રામ  સફેદ પેઠા

250 ગ્રામ પનીર

250 ગ્રામ માવો

1 ચમચી કેસર

1 ચમચી દૂધ

1 ચમચી ઇલાયચી પાવડર

1 વાટકી નારીયેળનું છીણ

બનાવવાની રીતઃ પનીર, માવો અને પેઠાને અલગ અલગ ક્રશ કરી લો. પનીરને બરોબર મેશ કરી લો. એક વાસણમાં પનીર, માવો અને પેઢાને મિક્સ કરો. ત્યાર બાદ તેમાં ઇલાયચી પાવડર એડ કરો. દૂધમાં કેસરને પલાડી રાખો. હવે મિક્ષણમાંથી નાના નાના લુવા બનાવો અને નારિયેળના છીણમાં  તૈયાર રોલ રગદોડો. દરેક લાડુ પર પલાડેલું કેસર સજાવટ માટે રાખો.

You might also like