ઘરે જ બનાવો પનીર કુલ્ચા

સામગ્રીઃ

200 ગ્રામ પનીર

1 ડુંગળી

½ લાલ મરચા પાવડર

½ ચમચી કાળા તલ

1 ચમચી માખણ

લોટ બાંધવા માટે

2 કપ મેંદો

½ ચમચી બેકિંગ પાવડર

¼ ખાવાનો સોડા

½ ચમચી મીંઠુ

1 ચમચી ખાંડ

½ કપ દૂધ

1 ચમચી દહીં

1 કપ તેલ

મીઠું સ્વાદ અનુસાર

બનાવવાની રીતઃ સૌથી પહેલાં એક બાઉલમાં મેંદો, બેકિંગ પાવડર, બેકિંગ સોડા અને મીઠું એડ કરી બરોબર મિક્સ કરો. પછી તેમાં ખાંડ, દહીં, દૂધ એડ કરી બરોબર મિક્સ કરી લોટની કણક તૈયાર કરો. હવે તૈયાર લોટને એક ચમચી તેલથી કેળવીને અડધો કલાક માટે ભીનું કપડું ઢાંકીને રહેવા દો. હવે એક બાઉલમાં ડુંગળી કટ કરીને પનીરની સાથે મિક્સ કરી લો.

પનીર ડુંગળીના મિક્ષણમાં મીંઠુ અને લાલ મરચું એડ કરો અને બરોબર મિક્સ કરી લો. હવે તમારી હથેળી પર થોડુ તેલ મિક્સ કરી અને લોટના ગુલ્લા બનાવો, દરેક લુવામાંથી રોટલી વણી તેમાં સ્ટિફિંગ ભરીને  ચારે બાજુથી ફોલ્ડ કરીને અને બરોબર ઢાંકી દો. પનીર સ્ટફિંગ વાળા આ લૂવાને થોડું તેલ લગાવી 15 મિનિટ રહેવા દો. હવે તૈયાર પનીરના લુવા પર કાળા તલ ચોટાળી હળવા હાથે દબાવો. ત્યાર બાદ હળવા હાથે થેપીને કુલ્ચાની સાઇઝના પનીર સ્ટફ તૈયાર કરી તવા પર લાઇટ બ્રાઉન કલરના શેકી લો. બંને બાજુ આ રીતે લાઇટ બ્રાઉન કલરના કુલ્ચા બનાવો. તૈયાર પનીર કુલ્ચાને દહીં અથવા તો ચટણી સાથે સર્વ કરી શકો છો.

You might also like