પનીરની ઇમરતી

સામગ્રી

2 કપ પનીર

2 ચમચી મેંદો

¼ ચમચી ઇલાયચી પાવડર

ઘી તળવા માટે

11/2 કપ ખાંડ

½ કપ માવો

પાણી જરૂર મુજબ

બનાવવાની રીતઃ સૌથી પહેલાં પનીરને બરોબર મસળી લો. પછી તેમાં ઇલાયચી પાવડર, માવો, પાણી અને મેંદો મિક્સ કરીને ગટ્ટ મિશ્રણ તૈયાર કરો. હવે તેમાં ખાંડ મિક્સ કરો. કેસરને 1 ચમચી પાણીમાં પલાડો, જેથી કેસરના રંગ વાળુ પાણી તૈયાર થાય.  ગેસ પર એક પેનમાં ખાંડ તેમજ એક કપ પાણી એડ કરી ખાંડ ઓગળી જાય પછી પણ બેથી ત્રણ મિનિટ તેને ગેસ પર રાખો. ચાશણી તૈયાર થઇ છે નહીં તે જોવા માટે ચમચીમાં થોડી ચાશણી લઇને તેને આંગડી અને અંગુઠાની વચ્ચે રાખી દબાવી જોવી. આંગડી અને અંગુઠો ચોટી જાય તો ચાશણી તૈયાર થઇ ગઇ છે. હવે કેસરના પાણીને ચાશણીમાં મિક્સ કરી લો. હવે જલેબી બનાવવા માટે એક પેનમાં ઘી ગરમ કરો.  એક પોલીથીન પેનકોર્ન બનાવો તેમાં જલેબી બનાવવાનું મિશ્રણ એડ કરો. હવે કોર્નને ઉપરથી પકડીને ગોળ ગોળ ઇમરતી બનાવો. તેને ગોલ્ડન બ્રાઉન કલરની તળી લો. બધી જ ઇમરતી તૈયાર થઇ ગયા પછી બેથી ત્રણ મિનિટ માટે ઇમરતીને ચાશણીમાં ડુબોળો અને પછી ગરમા ગરમ સર્વ કરો.

 

You might also like