મટર પનીર કટલેસ

સામગ્રી

200 ગ્રામ બટાકા (બાફેલા)

80 ગ્રામ વટાણા (ફ્રોઝન)

80 ગ્રામ પનીર

11/2 ચમચી લીલા મરચા

11/2 ચમચી આદુ

¾ ચમચી મીંઠુ

½ ચમચી આમચૂર પાઉડર

½ ચમચી ચાટ મસાલો

કોર્નફ્લેક્સ (ક્રશ કરેલા)

તેલ

બનાવવાની રીતઃ એક બાઉલમાં બાફેલા બટાકા અને વટાણા મેશ કરીલો. હવે તેમાં પનીર એડ કરી ફરી મેશ કરો. હવે તેમાં લીલા મરચા, આદુ, મીંઠુ, આમચૂર પાઉડર અને ચાટ મસાલો એડ કરીને મિક્સ કરો. હવે આ મિશ્રણમાંથી નાના નાના બોલ બનાવો, બોલ્સને ક્રશ કરેલા કોર્નફ્લેક્સ સાથે રોલ કરો. હવે એક પેનમાં તેલ ગરમ કરી અને બોલ્સને તળી લો. બ્રાઉન થાય એટલે કટલેસને તેલમાંથી નિકાળી લો. તૈયાર મટર પનીર કટલેસને સોસ સાથે સર્વ કરો.

http://sambhaavnews.com/

You might also like