બાળકો માટે આ રીતે બનાવો પનીરચીઝ કેક

સામગ્રીઃ

10 ડાયઝેસ્ટિવ બિસ્કિટનો ભૂક્કો

50 ગ્રામ માખણ

200 ગ્રામ પનીર, મેશ કરેલ

100 ગ્રામ ઘી

3 મોટા ચમચા કંડેસ્ક મિલ્ક

3 ટિપ્પા વેનિલા એસેન્સ

2.5 ચમચા જિલેટિન

100 ગ્રામ ફ્રેશ ક્રીમ

4 મોટા ચમચા પાણી

1 મોટો ચમચો કોકો પાવડર (સજાવટ માટે)

બનાવવાની રીતઃ સૌથી પહેલાં બાઉલમાં બિસ્કિટનો ભૂક્કો અને માખણને ફેટીને એક બાજુ રાખો. હવે બ્લેન્ડરમાં પનીર અને ખાંડ નાખીને મિક્સ કરો. કંડેસ્ટ મિલ્ક અને વેનીલા એસેન્સ એડ કરીને ફરી ક્રીમી થાય ત્યાં સુધી ફેટો. હવે એક કપ બાઉલમાં અડધો કપ પાણી અને જિલેટિનને 5 મીનિટ પલાડીને રાખો. પછી તેને અડધી મિનીટ સુધી ધીમી આંચ પર ગરમ કરો. પનીર વાળા મિશ્રણને એડ કરીને ફરી ફેટો. ચીઝ કેકના મિશ્રણને મોલ્ડ કરતા પહેલાં તેમાં બિસ્કિટ-માખણ વાળુ મિશ્રણ એડ કરો. ત્યાર બાદ પનીર વાળુ મિશ્રણ ફેલાવીને 30 મિનિટ માટે ફ્રીજમાં સેટ કરવા મૂકી દો. નિશ્ચિત સમય બાદ કેક નિકાળી અને કોકો પાવડરથી ગાર્નિશ કરો.

You might also like