હવે ઘરે બનાવો ચટપટું અને ટેસ્ટી પનીર-મકાઇનું સલાડ

સામગ્રીઃ
તેલઃ 1 ટેબલસ્પૂન
પનીરનાં ટુકડાઃ 1/2 કપ
બાફેલા મકાઇનાં દાણાઃ 1/2 કપ
બાફેલા બટાકાનાં ટુકડાં: 1 કપ
સમારેલ લીલી ડુંગળીઃ 1
સમારેલ ટામેટાં: 3/4 કપ
ઝીણાં સમારેલાં મરચાં: 1/2 કપ
ચાટ મસાલોઃ 2 ટેબલસ્પૂન
ઝીણી સમારેલી કોથમીરઃ 1 ટેબલસ્પૂન
મીઠું: સ્વાદ અનુસાર

રીતઃ
સૌ પ્રથમ તમે એક નોનસ્ટીક પેન લો. તેમાં તેલ ઉમેરો. તેને ગરમ કરો. ને તેલ ગરમ થયા બાદ તેમાં પનીરનાં ટુકડાં નાખીને તેને સાંતડવું. પછી પનીરનાં આ ચિપ્સને વચ્ચે-વચ્ચે હલાવતા રહેવું. જેથી તે દરેક બાજુએથી શેકાઇ જશે.

હવે પનીરનાં આ ટુકડાંઓ જ્યાં સુધી બ્રાઉન (બદામી) કલરનાં ના થઇ જાય ત્યાં સુધી તેને કૂક કરવાં. હવે કૂક કરેલ આ પનીરને થોડુંક ઠંડુ થવા દેવું. હવે તમારે સલાડ બનાવવા માટે બાફેલા મકાઇનાં દાણા, બાફેલા બટાકાનાં ટુકડાં, કૂક કરેલું પનીર અને લીલી ડુંગળી, ટામેટાં, મરચાં, ચાટ મસાલો તેમજ સમારેલી કોથમીર અને સ્વાદ અનુસાર મીઠું તેમાં નાખવું. હવે આ મિશ્રણને બરાબર હલાવી દેવું. તો લો હવે તૈયાર છે આપ સૌનાં માટે મકાઇ અને પનીરનું ચટપટું સલાડ.

You might also like