પંડ્યા બ્રધર્સે મુંબઈમાં ઘર ખરીદી લીધું

આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમી રહેલા પંડ્યા બ્રધર્સે મુંબઈના પોશ વિસ્તારમાં નવું ઘર ખરીદ્યું છે. હાર્દિક અને કુણાલે અંધેરીના પોશ વિસ્તાર-વર્સોવામાં એક એપાર્ટમેન્ટ ખરીદ્યો છે. હાર્દિક-કુણાલના પિતા  હિમાંશુ પંડ્યાએ મીડિયાને જણાવ્યું કે બંને ભાઈઓએ મુંબઈના અંધેરી વિસ્તારમાં એપાર્ટમેન્ટ ખરીદ્યો છે, જેની ગૃહપ્રવેશવિધિ પણ સંપન્ન થઈ ગઈ છે. હિમાંશુ પંડ્યાએ કહ્યું, ”આ બે બેડરૂમના એપાર્ટમેન્ટમાં બંને ભાઈ આરામથી રહી શકે છે, જોકે હજુ અમારે વડોદરા છોડવાની ઉતાવળ નથી, પરંતુ જ્યારે પણ તક મળશે ત્યારે અમે ત્યાં રહીશું. અમારો પરિવાર ખુશ છે, કારણ કે બંને ભાઈઓએ પોતાની કમાણીથી નવું ઘર ખરીદ્યું છે.”
http://sambhaavnews.com/

You might also like