પંચમહાલનાં યુવાનોએ હાથ ધર્યું જાગૃતિ અભિયાન, દારૂનાં 16 અડ્ડાઓ કરાવ્યાં બંધ

પંચમહાલઃ ગુજરાત પોલીસ ક્યાંકને ક્યાંક લાગે છે કે દારૂનો વેપલો બંધ કરાવવામાં અસફળ રહી છે. પરંતુ પોલીસ ન કરી શકી તે કામ પંચમહાલનાં યુવાનોએ કરી બતાવ્યું છે. પંચમહાલનાં નાનીશામળદેવીનાં યુવાનોએ ઘરે-ઘરે જઈને જન જાગૃતિ અભિયાન હાથ ધર્યું છે.

આ સાથે જ ગામમાં ચાલતા દેશી દારૂનાં 16 જેટલાં અડ્ડાઓ પણ બંધ કરાવ્યાં છે. આ સાથે જ દારૂનું વેચાણ કરતાં લોકોને પણ સમજાવીને સ્વેચ્છાએ આ અડ્ડાઓ બંધ કરવા માટેની પ્રેરણા પણ આપી હતી.

ઉલ્લેખનીય છે કે અમદાવાદ કથિત લઠ્ઠાકાંડની ઘટના સર્જાયા બાદ હવે સમગ્ર રાજ્યની પોલીસ સતર્ક થઇ ગઇ છે. એટલે કે રાજ્યની સમગ્ર પોલીસ શહેરનાં દરેક વિસ્તારોમાં ચાલતા ઠેર-ઠેર દારૂનાં અડ્ડાઓ પર રેડ પાડી રહી છે. શહેરનાં કેટલાંક વિસ્તારોમાં ચાલતા દારૂનાં અડ્ડાઓ પર પોલીસ સખ્ત કાર્યવાહી કરી રહ્યું છે.

એટલે કે પોલીસ દારૂનાં અડ્ડાઓ પર દરોડા પાડીને ભઠ્ઠીઓ પર દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતાં વિવિધ પદાર્થોનો પણ નાશ કરી રહી છે. જેથી પોલીસનાં આ અભિયાનની જેમ જ પંચમહાલમાં આવેલ નાનીશામળદેવી ગામનાં કેટલાંક યુવાનોએ એક અનોખું જાગૃતિ અભિયાન હાથ ધર્યું છે. જેમાં તેઓએ ગામમાં ચાલતા દેશી દારૂનાં 16 જેટલાં અડ્ડાઓ બંધ કરાવ્યાં છે.

You might also like