VIDEO: પંચમહાલમાં પ્રાથમિક શાળાનાં આચાર્યની બદલી કરાતા વાલીઓએ મચાવ્યો હોબાળો

પંચમહાલઃ મોરવા હડફની દાંતીયા વર્ગનાં પ્રાથમિક શાળાનાં આચાર્યની બદલી કરાતા વાલીઓએ ઘણો ભારે હોબાળો મચાવ્યો છે. વાલીઓએ શાળામાં એકઠા થઇ આચાર્ય ઇમરાન શેખની બદલી સામે વિરોધ નોંધાવ્યો હતો અને વાલીઓએ પોતાનાં બાળકોને શિક્ષણ કાર્યથી અળગા રાખ્યાં હતાં.

જો બદલી રદ્દ કરવામાં નહીં આવે તો વાલીઓએ શાળાને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી હતી. ઉલ્લેખનીય છે કે પંચમહાલનાં મોરવા હડફ ખાતેની દાંતીયા વર્ગની પ્રાથમિક શાળાનાં આચાર્યની બદલી કરી દેવામાં આવી છે તો તેમની બદલી રદ્દ કરવા મામલે વાલીઓએ વિરોધ નોંધાવ્યો હતો.

શાળામાં હોબાળો મચાવ્યો હતો તેમજ ચીમકી આપી હતી કે જો તેમની બદલી રદ્દ કરવામાં નહીં આવે તો શાળાને તાળાબંધી કરી દેવામાં આવશે.

You might also like