પંચામૃત-જાગરણ’ હવે ઓડિયો સ્વરૂપે પણ..

સમભાવ ગ્રૂપે 11 વર્ષ પૂર્ણ કરી તેના 12માં વર્ષમાં મંગળ પ્રવેશ કરેલો છે. સમભાવ ગ્રૂપના સ્થાપક સાહિત્યકાર, લેખક અને ચિંતક શ્રી ભૂપતભાઇ વડોદરિયા વાચકોમાં લોકપ્રિય બન્યા એના પાયામાં એમનો અગાધ, ઊંડો વાચનરસ પડેલો છે. શ્રી ભૂપતભાઇનું સર્જન, તેમના શબ્દો પહાડમાંથી સહજરૂપે જલબિંદુઓ ગળાઇ-ચળાઇને ટપકતાં રહે છે તે રીતે અનુભવ, વાચન અને વિચારમાંથી ‘પંચામૃત’ રચનાઓ એકદ્વવ થઇને ટપકી રહ્યાની છાપ છોડી જાય છે.

શ્રી ભૂપતભાઇની લેખક અને વિચારક તરીકેની ઊંચાઇનો પરિચય ‘પંચામૃત – આચમન’માં આબાદ રીતે રજૂ થાય છે. સમભાવ ગ્રૂપના સ્થાપક અને પથદર્શક એવા શ્રી ભૂપતભાઇ વડોદરિયાના પંચામૃત ક્ષેણીના જાગરણ પુસ્તકને હવે Raedhun એપ્લીકેશન દ્વારા ઓડિયો સ્વરૂપે પણ માંણી શકાશે. સ્માર્ટફોનના પ્લે સ્ટોરમાં જઇને Raedhun એપ્લીકેશન ડાઉનલોડ કરી અને લેસ્ટમાં જઇને ઓડિયોબુક ડાઉનલોડ કરી શકાશે.

12722237_1251369701558440_1445292140_o

 

 

You might also like