3,999 રૂપિયામાં ફેસ અનલોક ફીચર સાથે લોન્ચ થયો આ 4G ફોન….

આજ કાલ ડ્યુઅલ કેમેરા સાથે ફેસ અનલોકનો ખુબ ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને આ ધ્યાનમાં રાખી મોબાઈલ વિક્રેતા કંપનીઓ ઓછી કીંમતમાં ફોનમાં આ ફીચર્સ આપવા લાગી છે. ત્યારે PANASONICએ સોમવારે પી સીરીઝ અંતર્ગત પોતાનો નવો ફોન P95 રજૂ કર્યો છે. આ ફોનમાં 4G વોલ્ટીઈ સપોર્ટ સાથે ફેસ અનલોક ફીચર આપવામાં આવ્યું છે. આ ફોનમાં ક્વોલકોમનું સ્નેપ ડ્રેગન પ્રોસેસર પણ છે.

કીંમત અને સ્પેસિફિકેશનઃ
પેનાસોનિક P95નાં ફીચર્સની વાત કરીએ તો એમાં સ્નેપડ્રેગન 210 પ્રોસેસર, એન્ડ્રોઈડ નુગટ 7.1.2, ડ્યુઅલ સિમ સપોર્ટ, 5 ઈંચની hd ડિસ્પ્લે, 1.3GHZ નો ક્વોડકોર પ્રોસેસર, 1GB રેમ અને 16GB સ્ટોરેજ મળશે કે જેને 128GB સુધી વધારી શકાય છે.

ફોનનાં કેમેરાની વાત કરીએ તો આમાં 8 મેગાપિક્સલનો રિયર કેમેરા અને 5 મેગાપિક્સલનો ફ્રંન્ટ કેમેરા છે. કેમેરામાં જીરો શટર લેગ ફીચર છે જેનો અર્થ એ છે કે ફોટોને ક્લિક કરવામાં વાર નહીં લાગે. ફોનમાં 2300 mAhની બેટરી અને કનેક્ટિવિટી માટે 4G વોલ્ટીઈ, વાઈ-ફાઈ, બ્લુટુથ 4.1, GPS અને FM રેડિયો આપવામાં આવ્યો છે. આમ તો આ ફોનની કીંમત 4,999 રૂપિયા છે પરંતુ ફ્લિપકાર્ટ પર 13મેંથી શરૂ થઈ રહેલી સેલમાં આ ફોનને 3,999 રૂપિયામાં ખરીદી શકાશે.

You might also like