8,990 રૂપિયામાં લોન્ચ થયો 3GB રેમ અને HD સ્ર્કીનવાળો ફોન

નવી દિલ્હી: પેનાસોનિકે Eluga I2 સ્માર્ટફોનની લોકપ્રિયતા વધારવા માટે તેના નવા વેરિએન્ટ લોન્ચ કરવામાં આવ્યા છે. તેમાં પહેલાંથી જ સારો કેમેરો અને મેમરી આપવામાં આવી છે. Eluga I2 ના 2GB વેરિએન્ટ કિંમત 7,990 રૂપિયા છે જ્યારે 3GB રેમવાળો ફોન 8,990 રૂપિયામાં મળશે.

Eluga I2માં 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે જ્યારે તેના પહેલાના મોડલમાં 2 મેગાપિક્સલ જ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેમાં એચડી વોઇસ કોલિંગ માટે VoLTE સપોર્ટ પણ આપવામાં આવ્યો છે.

બંને નવા વેરિએન્ટની ઇન્ટરનલ મેમરી 16GB હશે જેને માઇક્રો એસડી કાર્ડના માધ્યમથી વધારીને 32GB સુધી કરી શકાય છે. જો કે બીજા સ્પેસિફિકેશન એક જેવા જ છે.

5 ઇંચ એચડી સ્ક્રીનવાળા આ સ્માર્ટફોન્સમાં 1GHz ક્વાડકોર પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોટોગ્રાફી માટે તેમાં એલઇડી ફ્લેશની સાથે 8 મેગાપિક્સલનો રિયર કેમેરો આપવામાં આવ્યો છે જ્યારે સેલ્ફી માટે 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે.

કનેક્ટિવિટી માટે તેમાં 4G સપોર્ટ સહિત વાઇફાઇ, જીપીએસ, માઇક્રો યૂએસબી, બ્લ્યૂટૂથ અને 3G જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. તેની બેટરી 2,000mAhની છે અને આ મેટેલિક સિલ્વર, મેટેલિક ગોલ્ડ ને મેટેલિક ગ્રે કલર વેરિએન્ટમાં ઉપલબ્ધ છે.

You might also like