પેનાસોનિકે 4,000mAhની બેટરી સાથે 9,490 રૂપિયામાં લોન્ચ કર્યો Eluga A2

નવી દિલ્હી: જાપાની સ્માર્ટફોન મેકર પેનાસોનિકે ભારતમાં 9,490 રૂપિયામાં Eluga A2 સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. તેની સૌથી મોટી ખાસિયત તેમાં આપવામાં આવેલી 4,000mAhની બેટરી અને એચડી વોઇસ કોલિંગ માટે VoLTE સપોર્ટ છે. 5 ઇંચ એચડી સ્ક્રીનવાળા આ સ્માર્ટફોનમાં 1GHzનું ક્વાડકોર પ્રોસેસરની સાથે 3GB રેમ અને 13GB ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. માઇક્રો એસડી કાર્ડના માધ્યમથી તેને વધારીને 128GB સુધી કરી શકાય છે.

આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 5.1 લોલીપોપર બનેલા કંપનીના ખાસ યૂઆઇ ફિટહોમ પર કામ કરે છે. તેમાં ફોટોગ્રાફી માટે એલઇડી ફ્લેશની 8 મેગાપિક્સલ રિયર 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

કનેક્ટિવિટી માટે તેમાં 4LTE સપોર્ટ સહિત બ્લ્યૂટૂથ, જીપીએસ, વાઇફાઇ અને એફએમ રેડિયો આપવામાં આવ્યા છે. કંપનીના અનુસાર આ 4G અને VoLTE હોવાછતાં લાંબી બેટરી બેકઅપ આપશે. આ ફોન ગોલ્ડ અને સિલ્વર કલરના વેરિએન્ટમાં મળશે.

You might also like