પનામા પેપર લીક: નવાઝ શરીફ દોષિત કરાર, PM પદથી સસ્પેન્ડ

ઇસ્લામાબાદ: પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે પનામાગેટ બાબતે આજે પ્રધાનમંત્રી નવાઝ શરીફને દોષિત માન્યા છે. ઉપરાંત એમના કેસને સુનવણી માટે ભ્રષ્ટાચાર રોધી કોર્ટ પાસે મોકલી દેવામાં આવ્યો. સુપ્રીમ કોર્ટે સર્વસંમતિથી પોતાના નિર્ણયમાં આદેશ કર્યો કે શરીફ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવે તથા એવું પણ કહ્યું કે શરીફ અને એમના પરિવારની વિરુદ્ધ કેસને ઉત્તરદાયિત્વ કોર્ટ પાસે મોકલવામાં આવે. ઉચ્ચ કોર્ટે એવો પણ આદેશ આપ્યો કે રાષ્ટ્રીય ઉત્તરદાયિત્વ કોર્ટ છ મહિનાની અંદર આ કેસને પતાવશે. એની સાથે જ ઉચ્ચ કોર્ટએ શરીફને પદ પર અયોગ્ય માન્યા.

જજોએ કહ્યું કે પ્રધાનમંત્રી સસંદ અને અદાલતો પ્રત્યે ઇમાનદાર રહ્યા નહીં અને એમના પદ માટે યોગ્ય ગણી શકાય નહીં. આ નિર્ણય એ પાંચ સભ્ય પીઠએ સંભળાવ્યો હતો. જેણે આ વર્ષે જાન્યુઆરીમાં આ બાબતની સુનવણી કરી હતી. આ બાહત 1990ના દશકમાં એ સમયે મની લોન્ડ્રિંગ દ્વારા લંડનમાં સંપતિઓ ખરીદી સાથે જોડાયેલો છે જ્યારે શરીફ 2 વખત પ્રધાનમંત્રી બન્યા હતા. શરીફના પરિવારની લંડનમાં એ સંપતિઓના ખુલાસો ગત વર્ષે પનામા પેપર્સ લીક બાબતે થયો. આ સંપત્તિઓ પાછળ વિદેશમાં બનાવવામાં આવેલી કંપનીઓના રૂપિયા લાગેલા છે અને આ કંપનીઓની જવાબદારી શરીફના સંતાનો પાસે છે. આ સંપત્તિઓમાં લંડન સ્થિત ચાર મોંધા ફ્લેટનો સમાવેશ થાય છે. એ પાકિસ્તાનના સૌથી પ્રભાવશાળી રાજકીય પરિવાર અને સત્તારૂઢ પાર્ટી પીએમએલ એનના નેતા છે.

સુપ્રીમ કોર્ટના નિર્ણયનો ખૂબ જ ઉત્સાહપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી. કારણ કે શરીફનો છેલ્લો બે કાર્યકાળ ત્રણ વર્ષમાં પૂરો થઇ ગયો હતો. શરીફ પહેલી વખત 1990 થી 1993ની વચ્ચે પ્રધાનમંત્રી રહ્યા હતા. એમનો બીજા કાર્યકાળ 1997માં શરૂ થયો જે 1999માં તત્કાલીન  સેના પ્રમુખ પરવેઝ મુશરફ દ્વારા કરવામાં આવેલા બળવા બાદ પૂરો થઇ ગયો.

http://sambhaavnews.com/

You might also like