પનામા પેપર્સમાં નામ આવનાર બધા લોકોને ઇન્કમ ટેક્સ વિભાગે મોકલી નોટિસ

નવી દિલ્હી: પનામાની ફર્મ મોસેક ફોંસેકાના બધા ભારતીય ક્લાઇન્ટને ઇન્કમ ટેક્સ ઇનવેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટે નોટિસ મોકલી દીધી છે. ‘ધ ઇન્ડીયન એક્સપ્રેસ’ના જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પનામા પેપર્સના મુદ્દે થયેલી તપાસનો પ્રારંભિક રિપોર્ટ 15 દિવસની અંદર રજૂ કરવાનું કહ્યું હતું.

મોસેક ફોન્સેકાના કાર્યાલય પર પનામા સરકારના દરોડા

સમચાર અનુસાર અલગ-અલગ શહેરોના લગભગ 50 લોકોને નોટીસ મોકલવામાં આવી છે. આ લોકોને નોટિસનો જવાબ આપવા માટે ત્રણ દિવસનો સમય આપવામાં આવ્યો છે. નોટેસ બે ભાગમાં મોકલવામાં આવી છે. પહેલા ભાગમાં તેમની પાસેથી એ વાતની સ્પષ્ટતા માંગી છે કે શું તેમનું જ નામ આ યાદીમાં સામેલ છે. બીજા ભાગમાં પૂછવામાં આવ્યું છે કે આ યાદીમાં સામે આવેલા નામો પર કોઇ ટિપ્પણી આપવામાં આવી છે.

પનામાં પેપર્સ : બ્લેક મનીમાં એક્ટર, ઉદ્યોગપતિ, રાજકારણી સહિત દેશની ૫૦૦ હસ્તીઓના હાથ કાળા!

નોટીસનો બીજા ભાગ વિસ્તૃત છે. આ લોકોએ અ ફર્મ સાથે સંકળવવની કોઇ પરવાનગી લીધી છે કે નહી. આ ફર્મને ખોલવામાં કોઇપણ પ્રકારના પૈસાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કંપની સાથે સંકળાયેલા શેરહોલ્ડર, ડાયરેક્ટર, માલિકોની જાણકારી માંગવામાં આવી છે. પૈસા કાઢવા અને જમા કરવાની જાણકારી માંગવામાં આવી છે. આ કંપની દ્વારા એકઠી કરવામાં આવેલી સંપત્તિની જાણકારી પણ માંગવામાં આવી છે.

પનામા લીક્સઃ અોબેરોય, રુચિ ગ્રૂપ અને અાસામ ટીનું નામ બહાર અાવ્યું

એવું કહેવામાં આવી રહ્યું છે પ્રશ્નાવલી મોકલતાં પહેલાં જ આઇટીની તપાસ એકમે પનામા પેપર્સમાં સામેલ લોકોને હાજર ડેટાબેસનો અંદાજો કાઢ્યો છે. આ ત્યારે કરવામાં આવ્યું હતું કે જ્યારે નાણામંત્રી અરૂણ જેટલીએ ચાર એપ્રિલના રોજ પનામા પેપર્સ લીકમાં સામેલ ભારતીય નામોની મલ્ટી એજન્સી પેનલની રચના કરી તપાસની જાહેરાત કરી હતી.

You might also like