પનામા પેપર્સકાંડઃ ICIJઅે બે લાખ કરચોરોને બેનકાબ કર્યા

નવી દિલ્હી: પનામા પેપર્સ લીક મામલે આઈસીઆઈજેઅે જણાવ્યું છે કે પનામા વિધિ કંપની મોસેક ફોન્સેકાથી લીક થયેલા પુરાવાના અેક હિસ્સા આધા‌િરત આંકડા પરથી આ બોગસ કંપનીઓ પાછળ ૩,૬૦,૦૦૦થી વધુ વ્યક્તિ અને કંપનીનાં નામનો ખુલાસો થયો હતો. ઈન્ટરનેશનલ કર્ન્સોટિયમ ઈન્વે‌િસ્ટગે‌િટવ જર્ના‌િલસ્ટ (આઈસીઆઈજે) અે પનામા પેપર્સ લીક સાથે સંકળાયેલા ખાનગી પુરાવામાં બે લાખથી વધુ ખાતાંની માહિતી ગત સોમવારે ઓનલાઈન જાહેર કરી દીધી હતી.

આઈસીઆઈજેઅે આ અંગે જણાવ્યું કે પનામા વિધિ કંપની મોસેક ફોન્સેકાથી લીક થયેલા પુરાવાના અેક ‌હિસ્સા પર આધા‌િરત આંકડા પરથી આ બેનામી કંપનીઓનાં નામ જાહેર થયાં છે.  સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવી દેનારા આ પુરાવા પર આધા‌િરત અેપ્રિલ માસમાં જાહેર થયેલા અહેવાલમાં પહેલાં જ રશિયાના રાષ્ટ્રપતિ પુ‌િતન, બ્રિટનના વડા પ્રધાન ડેવિડ કેમરૂન સહિત વિશ્વના અન્ય શકિતશાળી નેતાઓનાં નામ આ બેનામી વિદેશી કંપનીઓ સાથે જોડાઈ ચૂક્યાં છે અને તેના કારણે જ આઈસલેન્ડના વડા પ્રધાન સિગમુંદુર ડેવિડ ગુન્નલોગસન અને સ્પેનના ઉદ્યોગપ્રધાન જોસ મૈનુઅલ સો‌િરયાને રાજીનામાં આપવાં પડ્યાં હતાં.

જોકે આઈસીઆઈજેઅે જણાવ્યું કે કેટલીક ખાનગી સૂચના અને તેમાં જણાવાયેેલા બે‍ન્ક ખાતા અંગેની વિસ્તૃત માહિતી સરળતાથી મળતી અટકાવવા તેણે અપરિષ્કૃત રેકોર્ડને ઓનલાઈન ઉપલબ્ધ નથી કરાવ્યો તેમજ તમામ સૂચનાને ઓનલાઈન જાહેર કરી નથી.  કંપનીના પુરાવામાં અે વિગત બહાર આવી છે કે વિશ્વભરના અમીર લાેકો કરચોરીથી બચવા વિદેશી ખાતાનો કઈ રીતે ઉપયોગ કરે છે.

You might also like