Categories: Gujarat

પનામા પેપર્સમાં છ અમદાવાદી સહિત ૨૨ ગુજરાતીનાં નામ!

અમદાવાદઃ સમગ્ર દેશ સહિત દુનિયાભરમાં ખળભળાટ મચાવનારા પનામા પેપર્સ લીક મામલે અમદાવાદના છ સહિત વધુ ગુજરાતીઓનાં નામ ખૂલ્યાં છે. વી ટીવી ન્યૂઝ ચેનલની તપાસમાં જાણવા મળ્યું છે કે પનામા પેપર્સ લીકની નવી યાદીમાં અંદાજે ૨૨ જેટલા ગુજરાતીઓનાં નામ સામેલ છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ યાદીમાં વડોદરાના રાજવી પરિવારની પુત્રીનું પણ નામ છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ પનામા પેપર્સ લીકમાં વડોદરાના ગુજરાતી બિઝનેસમેન ચિરાયુ અમીનનું નામ ખૂલતાં ખળભળાટ મચી ગયો હતો. એલેમ્બિક ફાર્માના ચેરમેન અને બ્રિટિશ વર્જિન આઇલેન્ડમાં સ્થપાયેલી કંપનીના પ્રમોટર ચિરાયુ અમીન તેમજ તેમના પરિવારના સભ્યો મલ્લિકા અમીન, પ્રણવ અમીન, સૌનક અમીન અને ઉદિત અમીનનાં નામ ખૂલતાં જાતજાતની ચર્ચાઓ થવા લાગી હતી.
નવી જાહેર થયેલી ૮૪૪ ભારતીયોની યાદીની ઊંડી તપાસ કર્યા બાદ વી ટીવી ન્યૂઝ ચેનલ દ્વારા ૨૨ ગુજરાતીઓનાં નામનો ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. વડોદરાના રોયલ ફેમિલીની પુત્રી રાધિકા સમર‌િજતસિંહ ગાયકવાડનું નામ પણ આ યાદીમાં સામેલ છે. પનામા પેપર્સના ખુલાસા અનુસાર ગાયકવાડ પરિવારે વર્ષ ૨૦૦૭માં વર્જિન આઇલેન્ડમાં ઓફશેર રોકાણ કર્યું હતું. આ નવી યાદીમાં વડોદરાના સુલતાનપુરાના રહીશ દેવેશ દવેનું નામ પણ ઊછળ્યું છે.

આ ઉપરાંત વડોદરાના જ રિયા મેજેસ્ટિકના કુંદન પટેલ અને છોટુમતી ચીમનભાઈ પટેલનું નામ પણ બહાર આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે પનામા પેપર્સ લીકમાં સામે આવેલાં અંદાજે બે લાખથી વધુ વિદેશી ખાતાંની માહિતીવાળા દસ્તાવેજો ઓનલાઇન કરી દેવામાં આવ્યા છે. ટેક્સ હેવન ગણાતા પનામાની મોસેક ફોન્સેકા કંપનીના લીક કરાયેલા દસ્તાવેજોમાં એ વાત ખૂલીને બહાર આવી છે કે કયા પ્રકારે વિશ્વભરના શ્રીમંત લોકો ટેક્સચોરી અને પ્રતિબંધોથી બચવા માટે વિદેશી ખાતાંઓનો ઉપયોગ કરે છે. પનામા પેપર્સની નવી યાદીમાં મોડાસાના ઇસ્માઇલ અને અઝીઝ હૂકાવાલાનું નામ પણ ખૂલ્યું છે.
હૂકાવાલા પરિવાર વર્ષોથી દુબઈમાં રહે છે. આ ઉપરાંત ભાવનગરના શિપબ્રેકિંગના બિઝનેસ સાથે સંકળાયેલા અબ્દુલ કાદિર પીરવાણીનું નામ પણ બહાર આવ્યું છે. અમદાવાદ શહેરના ઘણા લોકોનાં નામ આ યાદીમાં સામેલ છે, જોકે તેમના વિશે વધુ માહિતી આ દસ્તાવેજોમાં જારી કરવામાં આવી નથી. અમદાવાદના લોકોમાં અશોક ભંડારી, નીલેશ ત્રિકમલાલ શાહ, મનીષ ગોરધન છેલડિયા, સતીશ અને નિશા રાઇઝગાજા, હેમાલી પટેલ સામેલ છે. આ યાદીમાં પેટલાદના ઇલેશ મનુભાઈ પટેલ, રાજકોટના રાજેશ ધ્રુવા, નવસારીના ધર્મેશ ભાણાભાઈ, કચ્છના પ્રેમજી વેલજી ધાનાણી અને સુરતના સલીમ આદમ પાંચભાયાનું નામ પણ સામેલ છે.
ઇન્ટરનેશનલ કન્સોર્ટિયમ ઓફ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ (ICIJ) દ્વારા પનામા પેપર્સ લીક સંબંધિત ડેટાબેઝનો આંકડો જારી કરીને જણાવવામાં આવ્યું હતું કે આ યાદીમાં ૨૦૦૦થી વધુ ભારતીયોનાં નામ ખૂલ્યાં છે. નવાડાથી હોંગકોંગ અને બ્રિટિશ વર્જિન આઇલેન્ડ સુધીના લોકોનાં નામ સપાટી પર આવ્યાં છે.
ઉલ્લેખનીય છે કે પનામા પેપર્સની સૌપ્રથમ યાદીમાં પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફ, રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુ‌તિન, બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને તેમની પુત્રવધૂ ઐશ્વર્યા રાય બચ્ચનના નામનો ખુલાસો થયો હતો.
હૂકાવાલા પરિવાર વર્ષોથી દુબઈમાં રહે છે. આ ઉપરાંત ભાવનગરના શિપબ્રેકિંગના બિઝનેસ સાથે સંકળાયેલા અબ્દુલ કાદિર પીરવાણીનું નામ પણ બહાર આવ્યું છે. અમદાવાદ શહેરના ઘણા લોકોનાં નામ આ યાદીમાં સામેલ છે, જોકે તેમના વિશે વધુ માહિતી આ દસ્તાવેજોમાં જારી કરવામાં આવી નથી. અમદાવાદના લોકોમાં અશોક ભંડારી, નીલેશ ત્રિકમલાલ શાહ, મનીષ ગોરધન શેલડિયા, સતીશ અને નિશા રાઇઝગાજા, હેમાલી પટેલ સામેલ છે. આ યાદીમાં પેટલાદના ઇલેશ મનુભાઈ પટેલ, રાજકોટના રાજેશ ધ્રુવા, નવસારીના ધર્મેશ ભાણાભાઈ, કચ્છના પ્રેમજી વેલજી ધાનાણી અને સુરતના સલીમ આદમ પાંચભાયાનું નામ પણ સામેલ છે.
ઇન્ટરનેશનલ કન્સોર્ટિયમ ઓફ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ (ICIJ) દ્વારા પનામા પેપર્સ લીક સંબંધિત ડેટાબેઝનો આંકડો જારી કરીને જણાવવામાં આવ્યું હતું કે આ યાદીમાં ૨૦૦૦થી વધુ ભારતીયોનાં નામ ખૂલ્યાં છે. નવાડાથી હોંગકોંગ અને બ્રિટિશ વર્જિન આઇલેન્ડ સુધીના લોકોનાં નામ સપાટી પર આવ્યાં છે.
ઉલ્લેખનીય છે કે પનામા પેપર્સની સૌપ્રથમ યાદીમાં પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફ, રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુ‌તિન, બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને તેમની પુત્રવધૂ ઐશ્વર્યા રાય બચ્ચનના નામનો ખુલાસો થયો હતો.

Navin Sharma

Recent Posts

વાઇબ્રન્ટ સમિટઃ એક જ કલાકમાં ૮૦ હજાર કરોડના રોકાણની જાહેરાત

ગાંધીનગર: ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે નવમી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રારંભ થયો છે. આ…

3 hours ago

યુદ્ધ જ નથી થઈ રહ્યું તો સૈનિકો શહીદ કેમ થાય છે ?: ભાગવત

નાગપુર: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)એ ફરી એક વખત કેન્દ્રની મોદી સરકારને ચોતરફથી ઘેરવાનું શરૂ કર્યું છે. આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે…

3 hours ago

તમારો ઈ-મેઈલ આઈડી અને પાસવર્ડ હેક તો નથી થયો ને?

અમદાવાદ: ર૦૧૯ની શરૂઆતની સાથે જ સાયબર સિક્યોરિટી બ્રિચની એક મોટી ઘટના સામે આવી છે. સાયબર સિકયોરિટી રિસર્ચરના જણાવ્યા મુજબ બે…

3 hours ago

ઉત્તર-પૂર્વ અને દક્ષિણ ઝોનની ગટર લાઈનની રૂ. 11 કરોડના ખર્ચે સફાઈ કરાશે

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરના ઉત્તર ઝોન, પૂર્વ ઝોન અને અને દક્ષિણ ઝોનની ગટર લાઈનની રૂ. ૧૧ કરોડના ખર્ચે…

3 hours ago

22 વિભાગની ઓપીડી સાથે SVP હોસ્પિટલ દર્દીઓથી ધમધમતી થઈ

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા રૂ.૭પ૦ કરોડના ખર્ચે તૈયાર કરાયેલી સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલનું ગઇ કાલે સાંજે વડા પ્રધાન નરેન્દ્ર…

3 hours ago

શહેરની ૬૦ ખાનગી હોસ્પિટલમાં આયુષ્માન યોજના હેઠળ મફત સારવારની સુવિધા

અમદાવાદ: કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૧૧-૧૨માં હાથ ધરાયેલા સામાજિક, આર્થિક, સર્વેક્ષણ હેઠળ ગરીબ પરિવારોને આયુષ્માન ભારત યોજનાનો લાભ મળી રહ્યો…

3 hours ago