નોટબંધી પછી PAN કાર્ડ થઈ ગયું ખૂબ જરૂરી, બદલાયા છે આ નિયમો

દેશમાં કાળાં નાણાં પર લગામ કસવા માટે મોદી સરકારે કરેલી નોટબંધીનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ નિર્ણયને પગલે લોકોને કેશની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ નિષ્ણાતોના મત પ્રમાણે અર્થવ્યવસ્થા માટે આને સાનૂકુળ પણ માનવામાં આવી રહ્યું છે. જો તમારું બેંકમાં ખાતું છે અને લેવડદેવળ કરતા રહો છો તો તમારા માટે આ જાણવું ખૂબ જરૂરી છે કે PAN કાર્ડ સાથે જોડાયેલા નિર્ણયોમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે નોટબંધી પછી સરકારે બેંક ટ્રાન્જેક્શન અને પેન કાર્ડની અનિવાર્યતાને લઈને નિયમોમાં ફેરફાર કર્યા છે. નોટબંધીના નિર્ણય પછી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ બેંકમાં પૈસા જમા કરવાનારાઓ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. હવે કાળું નાણું બેંકમાં ગેરકાનૂની રીતે ન પહોંચે એના માટે ઇન્કમ ટેક્સ એક્ટના નિયમ હેઢળ 14બીમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. મોટા ભાગે આ નિયમ પ્રમાણે 50 હજારથી વધુ અથવા 2.5 લાખ રૂપિયા સુધી ડિપોઝિટ હો, તે તમામ પર નજર રાખવામાં આવી રહી છે.

You might also like