હવે માત્ર બે દિવસમાં જ નવો પાન નંબર મળી જશે

[:en]Mumbai : Central government is thinking seriously to make permanent account number mandatory for large transaction. Government is bringing such a software which can inform income tax department any big transaction in country from anywhere in few seconds. To keep control over increased finance and to increase transparency in large amount of cash transactions are carried out to strengthen the exercise. Income Tax Department in order to ease difficulty of Pan Number holders by using software will be able to get new number in just few days. While , new Pan Card applier will get new number in two weeks. IT department’s new software will help Pan Card holders in keeping data of big amount transactions. Finance Department will launch this software in the end of this month.[:de]મુ્ંબઈઃ કેન્દ્ર સરકાર એક મર્યાદા કરતાં મોટા નાણાકીય રોકડ વ્યવહારો માટે પરમેનન્ટ એકાઉન્ટ નંબર ફરજિયાત બનાવવા પર ગંભીરતાથી વિચાર કરી રહી છે ત્યારે સરકાર એક એવું આઇટી સોફ્ટવેર લાવી રહી છે કે જેના દ્વારા કોઇ પણ વ્યક્તિ દેશના કોઇ પણ ખૂણેથી એક મર્યાદા ઉપરના રોકડ નાણાકીય વ્યવહાર કરે તો તેની માહિતી ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને પળવારમાં મળી જાય. ઉલ્લેખનીય છે કે સરકારે દેશમાં વધતા જતા ફાઇનાન્સ ઉપર અંકુશ મૂકવા તથા મોટી રકમના રોકડ નાણાકીય વ્યવહારોમાં પારદર્શિતા વધે તે માટે મજબૂત કવાયત હાથ ધરી છે. દરમિયાન ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ પાન નંબર મેળવનાર લોકોની મુશ્કેલી હળવી થાય તે માટે આ સોફ્ટવેરની મદદથી માત્ર બે જ દિવસમાં નવો પાન નંબર ઉપલબ્ધ કરાવશે. અત્યારે નવો પાન નંબર મેળવવાની અરજી કરનારને બે સપ્તાહમાં એટલે કે ૧૫ દિવસમાં નવો પાન નંબર મળે છે. આઇટી ડિપાર્ટમેન્ટનું નવું સોફ્ટવેર પાનકાર્ડધારકના મોટી રકમના નાણાકીય વ્યવહારોની માહિતી રાખવામાં મદદ કરશે. આ મહિનાના અંતમાં નાણાં વિભાગ આ સોફ્ટવેરને લોન્ચ કરશે.[:]

You might also like