નાભા કાંડનો રચ્યો હતો ખેલ, માસ્ટરમાઇન્ડ પિંડાને પટિયાલા લાવી પોલીસ

પટિયાલા: નાભાથી જેલમાંથી છ કેદીઓને ભગાડવાના કથિત રૂપે મદદ કરનાર પલવિંદર સિંહ પિંડાને સ્થાનીક અદાલતમાં 11 દિવસના પોલીસ રિમાન્ડર માટે મોકલી દેવામાં આવ્યો છે. પટિયાલાના એસએસપી ગુરમીત સિંહ ચૌહાણએ જણાવ્યું કે પિંડાને ઉત્તરપ્રદેશથી ટ્રન્ઝિટ રિમાન્ડ પર લાવવામાં આવ્યો અને ગત રાતે પિંડાને નાબાની અદાલતમાં મોકલવામાં આવ્યો.

એસએસપીએ જણાવ્યું કે જસ્ટિસ પામલપ્રીતની અદાલતએ પિંડાને 11 દિવસની પોલીસ હિરાસતમાં મોકલવામાં આવ્યો. તેમણે જણાવ્યું કે આ બાબતે મંગળવારે ધરપકડ કરવામાં આવેલ સહાયકક જેલ અધિક્ષક સહિત ત્રણ અન્ય વ્યક્તિઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

સહાયક જેસ અધીક્ષક ભીમ સિંહ, પ્રદાન વાર્ડન જગમીત સિંહ અને મિઠાઇની એક દુકાનના માલિક તેજિંદર શર્માને નાભા જેલમાંથી કેદીઓના ભગાડવાની બાબતે ઉત્તેજના અને કાનૂની ષડયંત્ર રચવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.

પટિયાલા જિલ્લાની નાભામાં કડક સુરક્ષા વાળી જેલમાં રવિવારે કેટલાક સશસ્ત્ર વ્યકિતઓએ હુમલો કર્યો અને છ કેદીઓ હરમિંદર સિંહ મિન્ટૂ, કશ્મીર સિંહ, અમનદીપ ધોતિયાં, વિકી ગોંદર, ગુરપ્રીત સેખો અને નીતા દેઓલને મુક્ત કરાવી લીધા હતા. એમાંથી હરમિંદર સિંહ મિન્ટૂ અને કાશ્મીર સિંહ આતંકવાદી જ્યારે અમનદીપ ધોતિયાં, વિકી ગોંદર, ગુરપ્રીત સેખઓં અને નીતા દેઓલ ગેંગસ્ટર છે.

You might also like