દાદર એક્સપ્રેસને બીજી ટ્રેનની પાછળથી ટક્કરઃ ૧૦૦ ઘાયલ

ફરિદાબાદ: હરિયાણાના પલવલ જિલ્લામાં મંગળવારે સવારે બે ટ્રેન ટકરાતાં ૧૦૦ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ અકસ્માતમાં એક ટ્રેનના ડ્રાઇવરનું પણ મૃત્યુ થયું છે. દાદર એક્સપ્રેસને બીજી ટ્રેને પાછળથી ટકકર મારતાં આ અકસ્માત સર્જાયો હતો.

આજે સવારે દાદર-અમૃતસર એક્સપ્રેેસ દિલ્હી તરફ જઇ રહી હતી ત્યારે પલવલ અને અસાવતી સ્ટેશનની વચ્ચે પાછળથી આવી રહેલી ઇએમયુ શટલની ટક્કરથી આ અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં ઇએમયુ શટલના ડ્રાઇવરનું મોત નીપજયું છે. જ્યારે ૧૦૦ પ્રવાસીઓ ઘાયલ થયા હતા. અકસ્માતની જાણ થતાં જ રેલવેતંત્રમાં અફરાતફરી મચી ગઇ હતી.

You might also like