આતંકી સંગઠન લશ્કર એ તૈયબાના પ્રમુખ હાફિઝ સઇદ સાથે પેલેસ્ટાઇનના રાજદૂત વલીદ અબૂ અલી એક જ મંચ પર દેખાયા. પાકિસ્તાનના રાવલપિંડીના લિયાકત બાગમાં હાફિઝ સઇદે વિશાળ રેલીનું આયોજન કર્યું. આ રેલીને પેલેસ્ટાઇનના રાજદૂત વલીદ અબૂ અલીએ સંબોધન પણ કરી હતી.
વૈશ્વિક આતંકી હાફિઝ સઇદ રાજકારણમાં આવવાના તમામ પ્રયાસો કરી રહ્યો છે, અને તેને પાકિસ્તાની સેનાનું પણ સમર્થન મળી રહ્યું છે. વલીદ અબૂની આ હાજરીથી ભારતે નારાજગી વ્યકત કરી છે. ભારતે કહ્યું છે કે.. તે હાફિઝની રેલીમાં ઇસ્લામાબાદમાં પેલેસ્ટાઇનના રાજદૂતની હાજરીનો મુદ્દો પેલેસ્ટાઇનીની સામે કડકાઇથી ઉઠાવશે.
ભારતના સૌથી મોટા દુશ્મન હાફિઝ સઇદની સાથે પેલેસ્ટાઇન રાજદૂતની મુલાકાત સામે આવતા હોબાળો મચી ગયો છે. સોશિયલ મીડિયામાં આ મુદ્દે ચર્ચા શરૂ થઇ ગઇ છે.