તામિલનાડુ: પલાનીસ્વામી મુખ્યપ્રધાન પદે રહેશે યથાવત, વિશ્વાસમતમાં મળ્યા 122 વોટ

ચેન્નઈ: તામિલનાડુમાં જોરદાર હંગામા પછી મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા બાદ ઈ કે પલાનીસામીએ આજે ર૯ વર્ષ બાદ પહેલી વાર વિધાનસભામાં થનારા શકિત પરીક્ષણ માટે વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો અન તેમને 122 મતોથી બહુમત મળ્યો છે. હવે તેમનો મુખ્યપ્રધાન બનવાનો રસ્તો સાફ થઈ ગયો છે.
જણાવી દઈએ કે વિધાનગૃહમાં પનીરસેલવમ જૂથ, કોંગ્રેસ અને ડીએમકે દ્વારા સિક્રેટ બેલેટની માગણીના સમર્થનમાં સૂત્રોચ્ચાર અને ધાંધલ ધમાલ મચાવાઇ હતી.

જ્યારે મુખ્યપ્રધાન ઇકે પલાનીસામીએ વિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેમણે જેવો વિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો કે ઓ.પનીરસેલવમ જૂથ, કોંગ્રેસ અને ડીએમકેએ સિક્રેટ બેલેટની માગણી અધ્યક્ષ સમક્ષ રજૂ કરીને સૂત્રોચ્ચાર સાથે ભારે હંગામો મચાવ્યો હતો. સ્પીકરે આ માગણી સ્વીકારી હતી અને તમામ પક્ષોને ઓપન બેલેટ કે સિક્રેટ બેલેટથી મત લેવો તે બાબત નક્કી કરવા જણાવ્યું હતું. દરમિયાન ગૃહમાં ધાંધલધમાલ ચાલુ રહી હતી.http://sambhaavnews.com/

You might also like