‘જાસૂસી કબૂલાતનામા’ના પાક.એ રજૂ કરેલા વીડિયોને ભારતે નકાર્યો

નવી દિલ્હી: જાસૂસીના આરોપમાં પાકિસ્તાનથી ધરપકડ કરાયેલા ઇન્ડિયન નેવીના પૂર્વ ઓફિસર કૂલભૂષણ જાધવના પાકિસ્તાન દ્વારા રજૂ કરાયેલા ‘કબુલાતનામા’ના એક વીડિયોને ભારતે ફગાવી દીધો છે, જેમાં તેમનું માનવું છે કે તે બલૂચિસ્તાનમાં ત્રાસવાદી સાથે સંકળાયેલો છે. જ્યારે ભારતે સવાલ ઉઠાવ્યો છે કે શું તેની ઇરાનમાંથી ધરપકડ તો નથી કરવામાં આવી?

ભારતના વિદેશ ખાતા તરફથી કહેવાયું છે કે ધરપકડ કરાયેલ વ્યક્તિની વાત પરથી સ્પષ્ટ સંકેત મળે છે કે તેને શિખવાડી વીડિયો તૈયાર કરાયો છે. જ્યારે બીજી બાજુ અમે તેની સલામતીની ચિંતા કરી રહ્યા છીએ. ભારત સરકાર આને પઠાણકોટ હુમલામાં પોતાની જવાબદારીમાંથી બચવાની પાકિસ્તાનની સા‌િજશ ગણાવી રહી છે. સાથેસાથે ભારતને શંકા છે કે તેનું અપહરણ કરાયું છે.

જોકે પાકિસ્તાનના સરકારી અધિકારીઓએ ગઇ કાલે કુલભૂષણ જાધવનો છ મિનિટનો વીડિયો રજૂ કર્યો હતો. જેને જિયો ચેનલ પર દર્શાવાયો હતો. તેમાં કુલભૂષણને એવું કહેતાં બતાવાયો છે કે હું ભારતની ટોચની જાસૂસી સંસ્થા રૉ માટે કામ કરી રહ્યો છું અને આજે પણ ઇ‌િન્ડયન નેવીનો સભ્ય છું. ગયા અઠવાડિયે કરાયેલી ધરપકડ પછી ભારતે સ્પષ્ટતા કરી હતી કે કુલભૂષણ ભારતીય છે, નેવીમાંથી રિટાયર્ડ થઇ ચૂક્યો છે અને રિટાયરમેન્ટના સમયથી સરકાર સાથે તેનો કોઇ સંપર્ક નથી. બલૂચિસ્તાનમાંથી ધરપકડ કરાયેલ કુલભૂષણ જાધવ આજે પણ ઇન્ડિયન નેવીનો ઓફિસર છે અને ર૦રરમાં રિટાયર્ડ થવાનો છે.

You might also like