ઓસ્ટ્રેલિયા સામેની બોક્સિંગ ડે ટેસ્ટમાં પાક.ની ફરી કંગાળ શરૂઆત

મેલબોર્નઃ શ્રેણીની પ્રથમ ટેસ્ટ ગુમાવ્યા બાદ વાપસીના ઇરાદા સાથે પાકિસ્તાનની ટીમ આજે બોક્સિંગ ડે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે અહીં મેદાનમાં ઊતરી છે. ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યા બાદ ફરી એક વાર પાકિસ્તાને કંગાળ શરૂઆત કરી છે. છેલ્લા અહેવાલ મળ્યા ત્યાં સુધીમાં પાકિસ્તાને ફક્ત ૧૪૨ રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી છે. અઝહર અલી ૬૬ રને અને અસદ શફિક ચાર રને બેટિંગ કરી રહ્યા છે. આ સ્કોર પર વરસાદને કારણે રમત અટકાવવાની ફરજ પડી હતી.

પાકિસ્તાનની પહેલી વિકેટ કુલ ૧૮ રનના સ્કોર પર સમી અસ્લમના રૂપમાં પડી હતી. તે લિયોનની બોલિંગમાં ફક્ત નવ રન બનાવી કેપ્ટન સ્મિથના હાથમાં ઝિલાઈ ગયો હતો. ત્યાર બાદ ૬૦ રનના કુલ સ્કોર પર બાબર આઝમ ૨૩ રન બનાવી હેઝલવૂડનો શિકાર બન્યો હતો. ત્રીજી વિકેટના રૂપમાં પાકિસ્તાનનો સૌથી અનુભવી બેટ્સમેન યુનિસ ખાન પણ ૨૧ રન બનાવી બર્ડની બોલિંગમાં બોલ્ડ આઉડ થયો હતો અને ૧૨૫ રનના કુલ સ્કોર પર બર્ડે ફરી એક ઝટકો પાકિસ્તાનને આપ્યો હતો અને પાકિસ્તાની કેપ્ટન મિસ્બાહ ઉલ હકને ફક્ત ૧૧ રને મેડિસિનના હાથમાં ઝિલાવી દીધો હતો. ઉલ્લેખનીય છે કે શ્રેણીની પ્રથમ ટેસ્ટ અતિ રોમાંચક બની હતી અને પાકિસ્તાન વર્લ્ડ રેકર્ડ લક્ષ્યાંક હાંસલ કરતા સહેજમાં ચૂકી ગયું હતું અને અંતે હારી ગયું હતું.

home

You might also like