પાકિસ્તાનનાં ન્યૂક્લિયર પ્રોગ્રામથી યુદ્ધની પરિસ્થિતી સર્જાઇ : રિપોર્ટ

વોશિંગ્ટન : પાકિસ્તાનની તરફથી પરમાણુ હથિતયારો પ્રત્યે સક્રિયતા વધવાનાં કારણે ભારત અને પાકિસ્તાનની વચ્ચે પરમાણુ યુદ્ધનો ખતરો પેદા થયો છે. પાકિસ્તાનની તરફથી એનએસજીમાં સમાવિષ્ટ કરવાનાં પ્રયાસોમાંવધારો કરવા વચ્ચે અમેરિકી કોંગ્રેસ સંબંધિત એક અહેવાલમાં આ વાત કરવામાં આવી હતી. ન્યૂક્લિયર સપ્લાયર ગ્રુપમાં ભારતની એન્ટ્રીને અમેરિકા અને મેક્સિકો સહિત કેટલાય દેશોનાં સમર્થન બાદ પાકિસ્તાને પણ ભારતનો વાદ લીધો છે.

અમેરિકી કોંગ્રેસની રિસર્ચ સર્વિસની તરફથી હાલમાં જ રજુ કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર ઇસ્લામાબાદની તરફથી પરમાણુ આયુધશાળાનાં વિસ્તાર, એક નવા પ્રકારનાં હથિયારોનાં નિર્માણ અને પરમાણુ કાર્યક્રમને આગળ વધારવા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે ભારત અને પાકિસ્તાનની વચ્ચે પરમાણુ જંગની શક્યતાઓ વધી ગઇ છે. નોન પ્રોલિફિરેશનનાં એનાલિસ્ટ પોલનાં કેર અને સ્પેશ્યાલિસ્ટ મેરી બેથની તરફથી પાકિસ્તાનનાં પરમાણુ હથિયાર નામથી તૈયાર કરવામાં આવેલા રિપોર્ટમાં સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે કે પાકિસ્તાની પાસે 110 થી 130ની સંખ્યામાં પરમાણુ હથિયાર છે.

પીટીઆઇની પાસે હાલનાં 14 જુને સોંપાયેલા રિપોર્ટની કોપી અનુસાર પાકિસ્તા પોતાનાં પરમાણુ હથિયાર ભંડારને સતત આગળ વધારી રહ્યા છે જેથી ભારત તેની વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી ન કરી શખે. સીઆરએસ અમેરિકી કોંગ્રેસની એક સ્વતંત્ર તપાસ એજન્સી છે. જે સમયાંતરે અમેરિકી સાંસદો સાથે સંબંધિત વિષયો પર પોતાનાં રિપોર્ટ રજુ કરે છે. આ એજન્સીનું મંતવ્ય છે કે અધિકારીક રીતે યુએસ કોંગ્રેસની વાત નથી માનવામાં આવતી. 30 પેજનો આ રિપોર્ટ એવા સમયે રજુ કરવામાં આવ્યો છે જ્યારે પાકિસ્તાન 48 દેશોનાં સભ્યપદવાળા એનએસજીનાં સભ્યપદ માટે દોડાદોડ કરી રહ્યા છે.

You might also like